Site icon Revoi.in

દોસ્ત દોસ્ત ના રહા! તાલિબાને ઇમરાન ખાનને લીધા ઝપેટમાં, કહ્યું – અમને સલાહ આપવાનો કોઇને હક નથી

Social Share

નવી દિલ્હી: આમ તો પાકિસ્તાન તાલિબાન મિત્ર હોવાનું ગાણા ગાતું હોય છે પરંતુ તાલિબાને પણ હવે પાકિસ્તાનને ખરા ખોટી સંભળાવીને ઇમરાન ખાનને પણ ઝપેટમાં લઇ લીધા છે.

અફઘાનિસ્તાનમાં સરકાર ગઠન બાદ તાલિબાનો પોતે જ આપેલા વાયદાઓ ધીમે ધીમે ભૂલી રહ્યા હોવ તેવો વ્યવહાર આચરી રહ્યા છે. હાલમાં જે તેમણે એક વખત ફરી પોતાનો અસલ મિજાજ દેખાડતું કૃત્ય કર્યું હતું.

તાલિબાની પ્રવક્તાએ કહ્યું હતું કે, બીજા દેશોનું એવુ કહેવું છે કે તાલિબાનોએ સર્વ સમાવેશી સરકાર બનાવવી જોઇએ. આ એક ખોટી વાત છે અને કોઇને આવું કહેવાનો કોઇ અધિકાર નથી.

વાત એમ છે કે, થોડા દિવસ અગાઉ જ ઇમરાન ખાને કહ્યું હતું કે, ઇસ્લામાબાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે વાતચીત શરૂ કરી રહ્યું છે અને તેઓની સરકાર સમાવેશી સરકાર હોવી જોઇએ. સરકારમાં તેમણે લઘુમતીઓના પણ સામેલ કરવા જોઇએ.

તાલિબાન પ્રવક્તા અને ઉપ સૂચના મંત્રી જબઈહુલ્લા મુજાહિદે કહ્યું હતું કે પાકિસ્તાન અને અન્ય દેશો તાલિબાનોને અપીલ કરે છે કે અફઘાનિસ્તાન બધાને સાથે લઈને ચાલે અને એક સમાવેશી સરકાર બનાવે. પરંતુ પાકિસ્તાન કે અન્ય કોઈ પણ દેશને કોઈ હક નથી કે તે અમને આવી કોઈ વાત કરી શકે.

તાલિબાને જે સરકાર બનાવી તેમાં એકપણ મહિલા પ્રતિનિધિઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નહોતુ. ત્યારબાદ અફઘાનિસ્તાનની મહિલાઓને વિરોધ કરતી જોઇને કહ્યું હતું કે, સરકારમાં કોઇ મહિલા સામેલ નથી તો તેઓ મહિલા સાથે સંવેદનશીલતા કેવી રીતે રાખશે? પાકિસ્તાનના એક રિપોર્ટ અનુસાર, તાલિબાને સરકાર બનાવતા પહેલા દરેક સમુદાયનો લોકોને સરકારમાં પ્રતિનિધિત્વ આપશે તેવો વાયદો કર્યો હતો પરંતુ થોડા જ સમયમાં તાલિબાને પોતાનો અસલ રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું.

બ્રિટનની એક  મેગેઝિને દાવો કર્યો છે કે ખુરશીની આ લડાઈમાં તાલિબાનના સર્વેસર્વા હિબતુલ્લાહ અખુંદઝાદાનું મોત થયું છે અને ઉપ પ્રધાનમંત્રી મુલ્લાહ બરાદરને બંધક બનાવી રાખવામાં આવ્યા છે. સત્તા માટે સંઘર્ષ તાલિબાનના જ બે જૂથોની વચ્ચે થયો હતો. મેગેઝિને એમ પણ જણાવ્યું કે હક્કાની ઘડાની સાથે આ ઝઘડામાં સૌથી વધારે નુકસાન મુલ્લાહ બરાદરને જ પહોંચાડવામાં આવ્યું છે.

સપ્ટેમ્બર મહિનામાં તાલિબાનના બે જૂથોની બેઠક થઈ હતી. આ દરમિયાન એક પ્રસંગ એવો પણ આવ્યો કે જ્યારે હક્કાની નેતા અખીલ- ઉલ રહમાન હક્કીની પોતાની ખુરશીમાંથી ઉઠ્યો અને તેને બરાદરને મુક્કા મારવાનું શરુ કરી દીધુ હતું તેવો એક રિપોર્ટમાં દાવો કરાયો છે.