Site icon Revoi.in

કેનેડા: સંશોધકોને કોરોના વાયરસને નષ્ટ કરતા નાનકડા એન્ટિબોડીઝ મળ્યા

Social Share

– હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે વેક્સીન પર થઇ રહ્યું છે કામ
– કેનેડાના સંશોધકોએ કોરોના વાયરસનો નાશ કરતા એક મોલિક્યુલની કરી શોધ
– તેનું કદ સામાન્ય એન્ટિબોડી કરતાં 10 ગણું નાનું છે

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કેનેડાના સંશોધકોએ કોરોના વાયરસનો સંપૂર્ણ રીતે નાશ કરતા એક મોલીક્યુલની શોધ કરી છે. તેનું કદ સામાન્ય એન્ટિબોડી કરતાં 10 ગણું નાનું છે. આ ડ્રગનું નામ Ab8 છે. તેનો ઉપયોગ કોરોનાની સારવારમાં કરી શકાય છે. રિસર્ચ કરનારા કેનેડાની બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, આ ડ્રગ કોરોનાને શરીરની કોશિકાઓ સાથે જોડવા નહીં દે અને તેની કોઇ પણ આડઅસરો જોવા મળી નથી.

રિસર્ચમાં સામેલ ભારતીય વૈજ્ઞાનિક શ્રી રામ સુબ્રમણ્યમને જાણવા મળ્યું છે કે ઉંદરોને આ દવા આપી કોરોનાની સારવાર કરી શકાય છે. તે ખૂબ નાનો મોલીક્યુલ છે, જે કોરોનાને ન્યૂટ્રિલાઇઝ કરે છે. આ દવાને ઘણા પ્રકારે દર્દીને આપી શકાય છે. ડ્રગને સૂંઘીને પણ દર્દી તેના શરીરમાં લઇ શકે છે.

Ab8 કોવિડ-19ના દર્દીઓમાં થેરપીનું કામ કરશે. માણસોમાં એન્ટિબોડીનો એક ભાગ વીએચ ડોમેન સાથે મળીને બન્યો હોય છે. આ એબીએઇટ પણ એવો જ છે.
હાલ કોરોના સર્વાઈવરના પ્લાઝ્માથી કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. તેમના પ્લાઝ્મામાં રહેલી એન્ટિબોડી કોરોના સામે રક્ષણ આપી શકે છે, પરંતુ એટલી માત્રામાં પ્લાઝ્મા પૂરતા નથી હોતા કે મોટા પાયે દર્દીઓની સારવાર થઈ શકે. તેથી રિસર્ચર જનિનને અલગ કરી અન્ટિબોડી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે કોરોનાને બ્લોક કરી શકે. આવી એન્ટિબોડીનું ઉત્પાદન કરવાની તૈયારી ચાલી રહી છે.

શું હોય છે એન્ટિબોડીઝ
એન્ટિબોડી પ્રોટિનથી બનેલી ખાસ પ્રકારની ઇમ્યુન કોશિકાઓ હોય છે, જેને બી-લિમ્ફોસાઇટ પણ કહેવાય છે. જ્યારે કોઇ ફોરેન બોડીઝ શરીરમાં પહોંચે છે તો તે અલર્ટ થઇ જાય છે. બેક્ટેરિયા અથવા ઝેરી પદાર્થોને નિષ્ક્રિય કરવા માટ આ એન્ટિબોડી કામ કરે છે. તે શરીરની રક્ષા કરી તમામ પ્રકારના ખરાબ બેક્ટેરિયા અને વાયરસની અસરકારકતાને નહીવત કરે છે.

(સંકેત)

Exit mobile version