Site icon Revoi.in

પત્રકારનો દાવો, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન કાશ્મીરમાં આતંકીઓ મોકલવાની બનાવી રહ્યા છે યોજના

Social Share

એથેન્સ: તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ એર્દોગનનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે અને ઘણી વાતોમાં પાકિસ્તાનનું સમર્થન પણ કરે છે. આ દરમિયાન એક નવો ખુલાસો થયો છે. ગ્રીસના એક જાણીતા પત્રકારે એક ખુલાસો કર્યો છે. ગ્રીસના પત્રકાર એંડ્રિયાસ માઉન્ટજૌરોલીએ રિપોર્ટમાં દાવો કર્યો છે કે એર્દોગન પાકિસ્તાનની સહાયતા માટે કાશ્મીરમાં સીરિયાના વિદ્રોહી આતંકીઓને મોકલવાની યોજના બનાવી રહ્યા છે. આ હેતુ પાર પાડવા માટે તુર્કીના અધિકારીઓએ ઘણા આતંકી જૂથો સાથે વાત કરી છે.

એંડ્રિયાસે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે સીરિયન નેશનલ આર્મી મલેશિયાના સુલેમાન શાબ બ્રિગેડ્સના કમાન્ડર મુહમ્મદ અબુ ઇમ્સાએ થોડા દિવસો પહેલા જ પોતાના સાથી સભ્યોને કહ્યું કે તુર્કી અહીંથી કાશ્મીરમાં પોતાના કેટલાક યુનિટ્સ તૈનાત કરવા માંગે છે. સુલેમાન શાહ બ્રિગેડ્સને તુર્કીનું ખુલ્લું સમર્થન હાસિલ છે.

તુર્કીના અધિકારી સીરિયાના અન્ય હથિયારબંધ જૂથ સાથે વાત કરી રહ્યા છે. અબુ ઇસ્માએ કહ્યું કે કાશ્મીર જનાર આતંકીઓને તુર્કી તરફથી 2000 ડોલરની રકમ આપવામાં આવશે. કમાન્ડરે પોતાના જૂથને કહ્યું કે કાશ્મીર પણ એટલો જ પહાડી છે જેટલો આર્મીનિયાનો નાર્ગોના કારબાખ છે.

તે ઉપરાંત તુર્કીએ પોતાના સહયોગી આતંકી સંગઠનના લડાકોને કારબાખમાં લડાઇમાં પણ તૈનાત કર્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોએ પણ તેની પુષ્ટિ કરી હતી.

(સંકેત)

Exit mobile version