- અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચૂંટણી અને સુપ્રીમ કોર્ટને લઇને કરેલી શ્રેણીબદ્વ ટ્વીટ્સ બાદ ટ્વીટરની કાર્યવાહી
- ટ્વીટરે અમર્યાદિત સમય માટે ટ્રન્પના ટ્વીટર એકાઉન્ટને કર્યું બ્લોક
- ટ્રમ્પની સંવેદનશીલ મુદ્દાઓ પરની ટ્વીટને રિ-ટ્વીટ કરનારાનું પણ એકાઉન્ટ કરાયું બ્લોક
વોશિંગ્ટન: ટ્વીટરે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને અમર્યાદિત સમય માટે બ્લોક કરી દીધુ છે. હકીકતમાં, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચૂંટણીમાં ગડમથલ અને ટેક્સાસ કેસ વિશે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને શ્રેણીબદ્વ ટ્વીટ્સ કરી હતી. જે પછી તેમનું ટ્વીટર એકાઉન્ટ પ્રતિબંધિત કરી દેવાયું હતું.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે સંવેદનશીલ મુદ્દાઓ પર શ્રેણીબદ્વ ટ્વીટ્સ કરી હોવાથી ટ્વીટરે આ કાર્યવાહી કરી હતી. આ મુદ્દે ટ્રમ્પની ટ્વીટ્સને રિ-ટ્વીટ કરનારા યૂઝર્સના એકાઉન્ટ્સ પર પણ ટ્વીટરે અસ્થાયમી સમય માટે પ્રતિબંધ મૂકી દીધો હતો.
નોંધનીય છે કે ટ્રમ્પની ટ્વીટ્સને વાંચનારા અને શેર કરવાનો પ્રયાસ કરી રહેલા યૂઝર્સને ટ્વીટર તરફથી એક મેસેજ શો થતો હતો જેમાં ટ્વીટરના નિયમોના ઉલ્લંઘન વિશે ચેતવણી હતી અને આ પ્રકારની ટ્વીટ્સ અન્ય યૂઝર્સ સુધી ના પહોંચે તે માટેની આ પ્રક્રિયા હતી.
(સંકેત)