Site icon Revoi.in

નીરવ મોદીને ઝટકો, યૂકેની કોર્ટે પ્રત્યાર્પણ સામે નીરવ મોદીએ કરેલી અરજી ફગાવી

Social Share

નવી દિલ્હી: ભારતનો ભાગેડૂ હીરા કારોબારી નીરવ મોદીને બ્રિટનની કોર્ટથી ઝટકો લાગ્યો છે. યૂકે હાઇકોર્ટે બુધવારે નીરવ મોદીની ભારત પ્રત્યાર્પણ વિરુદ્વ અપીલ કરવાની અરજીને ફગાવી દીધી છે. બીજી તરફ PNB કૌભાંડ અને ભાગેડૂ કારોબારી વિજય માલ્યાની બંધ થઇ ચૂકેલી કિંગફિશર એરલાઇન્સ સાથે જોડાયેલા છેતરપિંડીના મામલામાં બેંકોને થયેલા નુકસાનને 40 ટકા પૈસા મની લોન્ડરિંગ વિરોધી કાયદો હેઠળ જોડાયેલા શેર્સ વેચી પ્રાપ્ત કરી લેવાયા છે.

અગાઉ ભાગેડૂ હીરા કારાબોરી નીરવ મોદીએ હાઇકોર્ટમાં અરજી કરીને ભારતમાં પોતાના પ્રત્યાર્પણ વિરુદ્વ અરજી દાખલ કરી હતી. પરંતુ અદાલતે આ અરજી ફગાવીને તેને ઝટકો આપ્યો છે. હવે નીરવ મોદી અદાલતમાં પોતાના પ્રત્યાર્પણ વિરુદ્વ અરજી કરી શકશે નહીં.

હાઇકોર્ટના જજે અપીલ માટે અદાલતમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો પર નિર્ણય કર્યો અને નક્કી કર્યું કે, છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરવા માટે મોદીના પ્રત્યાર્પણના પક્ષમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા વિરુદ્વ અપીલ કરવાનો કોઇ આધાર નથી.

મહત્વનું છે કે, નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકને 14 હજાર કરોડથી વધુનો ચુના લગાવાનો આરોપ છે. આરોપ લાગ્યા બાદ ફરાર નીરવ મોદીએ પાછલા મહિને લંડન હાઇકોર્ટમાં ભારતમાં પોતાના પ્રત્યાર્પણ વિરુદ્વ અપીલ દાખલ કરી હતી. 15 એપ્રિલ, 2021ના યૂકેના ગૃહ સચિવ પ્રીતિ પટેલે આદેશ આપ્યો હતો કે 50 વર્ષના નીરવ મોદીને ભારત સોંપી દેવામાં આવે.