Site icon Revoi.in

ચીનની વુહાન લેબમાંથી કોરના લીક થયો હોવાની સંભાવના: અમેરિકન અધ્યયન

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષથી હાહાકાર મચાવનાર કોરોના વાયરસની મહામારીની ઉત્પતિને લઇને હજુ પણ અનેક મતમતાંતરો પ્રવર્તી રહ્યા છે ત્યારે આ વચ્ચે કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને અમેરિકાએ પોતાનું અધ્યયન પૂર્ણ કર્યું છે.

અમેરિકન ગવર્મેન્ટ નેશનલ લેબના રિપોર્ટમાં એવું તારણ નીકળ્યું છે કે, શક્ય છે કે ચીનની વુહાન લેબમાંથી કોરોના વાયરસ લીક થયો અને તેની તપાસ આગળ પણ ચાલુ રહેવી જોઇએ. વોલ સ્ટ્રીટ જર્નલે સોમવારે આ અધ્યયન સાથે જોડાયેલા લોકોના હવાલાથી આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ અધ્યયન મે 2020માં કેલિફોનિયા સ્થિત લોરેન્સ લિવરમોરે નેશનલ લેબોરેટરી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને ટ્રમ્પ પ્રશાસને અંતિમ મહિના દરમિયાન કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ દરમિયાન વિદેશ વિભાગ દ્વારા સંદર્ભિત કરવામાં આવ્યો હતો.

જર્નલ અનુસાર લોરેન્સ લિવરમોરેનું આ અનુમાન કોરોના વાયરસના જીનોમિક વિશ્લેષણ પર આધારિત છે. લોરેન્સ લિવરમોરેએ વોલ સ્ટ્રીટ જર્નલની રિપોર્ટ પર ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો છે.

નોંધનીય છે કે ગત મહિને જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કોરોનાની ઉત્પત્તિ સાથે જોડાયેલા જવાબને જાણવા માટે તેમણે આદેશ આપ્યા હતા. ત્યારે અમેરિકન ગુપ્તચર એજન્સીઓ 2 શક્ય પરિદ્રશ્યો પર વિચાર કરી રહી છે. જેમાંથી પહેલો છે કે કોરોના એક લેબ દુર્ઘટનાનું પરિણામ છે. બીજુ એ છે કે આ એક સંક્રમિત જાનવરની સાથે માણસના સંપર્કના કારણે ઉભર્યો છે. જો કે હજુ તેઓ કોઇ ચોક્કસ તારણ પર નથી પહોંચ્યા.