Site icon Revoi.in

અમેરિકા જવા માગતા યાત્રીઓ માટે મહત્વના સમાચાર, હવે નવેમ્બરથી નિયમો હળવા થશે

Social Share

નવી દિલ્હી: અમેરિકા જવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર છે. અમેરિકાએ નવી ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમની જાહેરાત કરી છે જેના હેઠળ નવેમ્બરથી ફૂલી વેક્સિનેટેડ વ્યક્તિઓને દેશમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવશે. તેનાથી ભારત જેવા દેશો પર લાગેલો પ્રતિબંધ પણ હટી જશે. જેને અમેરિકાએ પહેલા લાગૂ કર્યા હતા. જો કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વર્ષ 2020માં કોરોના વાયરસ મહામારીની શરૂઆતમાં વિદેશી યાત્રીઓને અમેરિકામાં પ્રવેશ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હટાવી દીધો હતો.

ભારત જેવા દેશોના વેક્સિનેશનવાળા લોકો હવે અમેરિકાની ઉડાન ભરી શકશે તેવું વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું હતું. તેમને અમેરિકાની યાત્રા દરમિયાન પોતાની વેક્સિનેશનના પુરાવા દર્શાવવા પડશે. કોવિડ-19 રિસ્પોન્સને કોર્ડિનેટર જેફ જિએંટ્સે જણાવ્યું કે, આજે અમે એક નવા ઇન્ટરનેશનલ એર ટ્રાવેલ સિસ્ટમની જાહેરાત કરી રહ્યા છીએ. આ નવી સિસ્ટમમાં અમેરિકા માટે ઉડાન ભરનાર મુસાફરો વડે કોરોના ફેલાતો રોકવા, અમેરિકીઓની રક્ષા કરવા તેમજ આંતરરાષ્ટ્રીય મુસાફરીને સુરક્ષિત બનાવવા માટેના પ્રોટોકોલ સમાવિષ્ટ છે.

અમેરિકાએ વિજ્ઞાન તેમજ સાર્વજનિક સ્વાસ્થ્યને પોતાના માર્ગદર્શકના રૂપમાં રાખતાં એક નવા ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમને વિકસિત કરી છે. આ અમેરિકનોની દેશમાં સુરક્ષાને વધારવા અને સાથે જ ઇન્ટરનેશનલ એર ટ્રાવેલને પણ સુરક્ષિત કરશે. નવી ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમ હેઠળ નવેમ્બરથી ફ્લાઇટ્સ શરૂ થશે.

મહત્વનું છે કે, નવેમ્બરની શરૂઆતમાં અમેરિકા આ નવી અને ખૂબ કડક વૈશ્વિક સિસ્ટમ તરફ વધી જશે. નાગરિકોનું વેક્સીનેટેડ હોવું જરૂરી હશે. તેમણે વેક્સીનેટેડ હોવાના પુરાવા બતાવવા પડશે. ત્યારબાદ ટેસ્ટિંગ અને કોન્ટ્રેક્ટ ટ્રેસિંગમાંથી પસાર થવું પડશે.