Site icon Revoi.in

ઉત્તરાખંડ હોનારત: અમેરિકાના વૈજ્ઞાનિકોએ હોનારતનું જણાવ્યું કારણ

Social Share

વોશિંગ્ટન: ઉત્તરાખંડના ચમોલીમાં ભયાનક ભૂસ્ખલનની હોનારત સર્જાઇ હતી. આ હોનારતની પાછળના કારણને લઇને વૈજ્ઞાનિકોની પ્રતિષ્ઠિત સંસ્થા અમેરિકન જીયોલોજીકલ યુનિયને એક ચોંકાવનારા ખુલાસો કર્યો છે. તેઓ અનુસાર આ પ્રાકૃતિક આફત ભૂસ્ખલનની સાથે લાખો ટન બરફ નીચે ખસવાનું પરિણામ છે. સંસ્થાના રિપોર્ટ અનુસાર જે રીતે પ્રાકૃતિક આફત આવી ત્યાં 5600 મીટરની ઉંચાઇથી પહાડથી હજારો ટન વજનની મોટી ચટ્ટાનો તેમજ લાખો ટન બરફ સીધા 3800 મીટર સુધી નીચે પડ્યો હતો.

અનેકવાર હજારો ટન વજનની ભારે ચટ્ટાનો તેમજ લાખો ટન બરફ નીચે ઝડપથી પડવાથી ભયંકર આફત આવી અને જાનમાલને તેમજ આર્થિક નુકસાન થયું. આ આફત પર વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી, ઇસરો, DRDO સહિત દેશના તમામ વૈજ્ઞાનિક સંસ્થાનોની સાથોસાથ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન સહિત યુરોપના અનેક દેશોના વૈજ્ઞાનિકોની ટીમો તમામ પાસાઓને લઇને અધ્યયન કરી રહી છે.

અમેરિકન જિયોફિજિકલ યૂનિયનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે હજારો ટન વજનની ચટ્ટાનો તથા લાખો ટન બરફના સીધા 2 કિલોમીટર સુધી સતત નીચે પડવાના કારણે આ વિસ્તારનું તાપમાન ઝડપથી બહું વધારે વધી ગયુ અને આ તાપમાનના ચાલતા બરફ ઝડપથી પીગળી. પરિણામ સ્વરૂપ નદીમાં અચાનક જલ પ્રલય આવી જેના કારણે ભારે નુકસાન થયું.

ચમોલી આફતને લઈને શોધ કરી રહેલા  અમેરિકન જિયોફિજિકલ યુનિયનના અનેક વૈજ્ઞાનિકોનું માનવું છે કે જે રીતે પૂરી દુનિયામાં પર્યાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે અને જળવાયુ પરિવર્તનના તમામ દુષ્પ્રભાવ જોવા મળી રહ્યા છે. તેવામાં ચમોલી જેવી પ્રાકૃતિક આફત ભવિષ્યમાં  વધશે. જેના માટે દુનિયાના તમામ દેશોને ન ફક્ત સતર્ક રહેવુ પડશે, બલ્કે આવી આફતોને રોકવા માટે વધારેમાં વધારે મોનિટરિંગની જરુર રહેશે.

અમેરિકન જિયોફિજિકલ યૂનિયનના વૈજ્ઞાનિકોએ આફત બાદ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનને બિરદાવ્યુ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આફત બાદ તત્કાલ કેન્દ્ર તથા રાજ્ય સરકારની સાથે તમામ વૈજ્ઞાનિક સંસ્થાનોના વૈજ્ઞાનિકોએ જે ગતિથી રેસ્ક્યુ અભિયાન ચલાવ્યું છે તે બિરદાવવા યોગ્ય છે.

(સંકેત)