Site icon Revoi.in

કોરોના સંક્રમણની ત્રીજી લહેરને રોકવા માટે કડક પગલાં લેવા આવશ્યક :WHO

Social Share

જીનિવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વિશ્વભરના દેશોને કોરોના મહામારીની ત્રીજી લહેરને લઇને ગંભીર ચેતવણી આપી છે. સંગઠન અનુસાર કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા અથવા રોકવા માટે વિશ્વના દેશો, ખાસ કરીને યુરોપિયન દેશોએ આવશ્યક પગલાં લીધા નથી, જેના કારણે યુરોપિયન દેશો સહિત અનેક દેશોમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પ્રસરી ચૂકી છે.

કોરોના મહામારીની ત્રીજી લહેરને લઇને WHOના વિશેષ દૂત ડેવિડ નોબરોએ જણાવ્યું હતું કે, હજુ પણ સમય છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કડક ઉપાયો કરવામાં આવે નહીં તો વર્ષ 2021ની શરૂઆતમાં મહામારીની ત્રીજી લહેર આવી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ગરમીના મહિનાઓમાં યુરોપિયન દેશો કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે પ્રાથમિક તૈયારી કરવામાં નિષ્ફળ નિવડ્યા, એમા ચૂક થઇ અને આ દેશોમાં મહામારીની બીજી લહેર કહેર વર્તાવી રહી છે. દુનિયાભરના અનેક દેશો મહામારીની બીજી લહેરનો શિકાર બની રહ્યા છે અને અહીં નવા કેસોમાં ભારે ઉછાળો નોંધાઇ રહ્યો છે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે એશિયન દેશોની કામગીરીની લઇને વિશેષ દૂત નોબરોએ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એશિયન દેશોમાં કોરોના ગાઇડલાઇન્સનું કડ અને વ્યવસ્થિત રીતે પાલન કરાવવામાં આવી રહ્યું છે.

(સંકેત)