Site icon Revoi.in

કોરોના વાયરસના ઉત્પતિ સ્થાનને લઇને WHOએ આપ્યું આ નિવેદન

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસની ઉત્પતિને લઇને વૈશ્વિક આરોગ્ય સંગઠન તપાસ કરી રહ્યું છે પરંતુ વૈશ્વિક આરોગ્ય સંગઠનના નિષ્ણાંતોની ટીમને હજુ પણ આ વિષાણુના સ્ત્રોતને લઇને કોઇ માહિતી મળી શકી નથી. નિષ્ણાંતોના મતે વાયરસના સ્ત્રોત અંગેના સવાલોનો જવાબ મેળવવા માટે હજુ ગહન અભ્યાસની આવશ્યકતા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ માટેની આંતરરાષ્ટ્રીય ટીમનો રિપોર્ટ મંગળવારે પ્રકાશિત થયો હતો. ટીમે 14 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન ચીનના વુહાન શહેરની મુલાકાત લીધી હતી. આપને જણાવી દઇએ કે, ડિસેમ્બર 2019માં વુહાન શહેરમાં જ સૌથી પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ડૉક્ટર ટેડ્રોસ ગેબ્રેયેસસે જણાવ્યું હતું કે, જ્યાં સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો સંબંધ છે તો બધા વિચારો સામે જ છે. આ રિપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ શરૂઆત છે. અમને હજુ વાયરસના સ્ત્રોતની જાણ નથી થઇ અને આપણે વિજ્ઞાનનું અનુસરણ ચાલું રાખવું જોઇએ.

(સંકેત)