Site icon Revoi.in

સાયન્સ-ટેક્નોલોજીના યુગમાં આપણે માઇક્રોસ્કોપિક વાયરસ સામે લાચાર છીએ: UN ચીફ

Social Share

કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વમાં હવે ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ દૈનિક સ્તરે વધતા સંક્રમણ સામે હથિયાર ફેંકી દીધા છે. તાજેતરમાં જ આ મહામારીને લઇને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે નિવેદન આપ્યું હતું કે સાયન્સ અને ટેક્નોલોજીની ઉન્નતિના યુગમાં એક માઇક્રોસ્કોપિક કોરોના વાયરસ દુનિયાને ઘૂંટણીયે લઇ આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુનિયા આ જંગ કેવી રીતે લડવી તે અંગે તદ્દન અનિશ્વિત અને અસ્પષ્ટ છે. તેની સારવાર કરીએ કે તેના સામે વેક્સીનની શોધ કરીએ એ જ સૌથી મોટી અનિશ્વિતતા પ્રવર્તિત છે.

કોરોના મહામારીને લઇને તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે વિશ્વ એક બ્રેકિંગ પોઇન્ટ પર છે. કોરોના સામે લડવા માટે નવા ઉપાયોનો આવિષ્કાર આવશ્યક છે. આ મહામારી આપણા દ્વારા નિર્મિત સમાજના હાડપિંજરમાં ફ્રેકચરનો ખુલાસો કરે છે. વાસ્તવિકતા એ છે કે દુનિયાનું મુક્ત બજાર બધા માટે સ્વાસ્થ્યની સારવાર પ્રદાન નથી કરી શકતું.

નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં 1.44 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત છે અને તેમાં મૃત્યુઆંક 6 લાખથી વધુ છે.

(સંકેત)