Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓને પાક.નું ખુલ્લેઆમ સમર્થન, હવે ભારતીય સંપત્તિઓને નિશાન બનાવવા આપ્યો આદેશ

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના અનેક વિસ્તારો પર કબ્જો જમાવનારા તાલિબાનીઓને પાકિસ્તાનની ઇમરાન સરકાર મદદ કરી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનીઓ પણ હવે તાલિબાનમાં સામેલ થઇ રહ્યા છે. તે ઉપરાંત પાકિસ્તાનની સંસ્થા ISI વર્ષોથી અફઘાનિસ્તાનમાં ભારતીય સંપત્તિઓને નિશાન બનાવવાના આદેશ આપી રહી છે.

અફઘાનિસ્તાનના પુન:નિર્માણ માટે ભારત સરકારે 3 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. જેમાં ડેલારામ અને જરાંજ સલમાં બાંધ વચ્ચે 218 કિમી લાંબો રોડ, અફઘાનિસ્તાનમાં સંસદ ભવન વગેરે ભારતનું મોટું યોગદાન છે.

ગુપ્ત જાણકારી અનુસાર અફઘાનિસ્તાન સરકાર સામે તાલિબાનનું ખુલ્લેઆમ સમર્થન કરવા માટે 10 હજારથી વધુ પાકિસ્તાનીઓ સામેલ થયા છે. જ્યારે અફઘાનિસ્તાન ટાઇમ્સે દાવો કર્યો છે કે પાકિસ્તાની સૈન્ય નથી ઇચ્છતું કે અફઘાનિસ્તાનના લોકો પોતાના દેશના દુશ્મનો સામે લડે.

આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાને તો તમામ હદો પાર કરી દીધી છે અને સ્પિન બોલ્ડક સરહદી જીલ્લામાં તાલિબાની આતંકીઓ પર કોઇપણ હુમલાના વિરુદ્વમાં અફઘાનિસ્તાન એરફોર્સને ચેતવણી આપી છે. અગાઉ પણ પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં આતંકીઓને ખુલ્લેઆમ સમર્થન આપી ચૂક્યું છે.