Site icon Revoi.in

પાકિસ્તાન ચીનની વેક્સિન લઇને બરોબરનું ફસાયું, અન્ય દેશોમાં પ્રવેશ મુશ્કેલ થયો

Social Share

નવી દિલ્હી: ચીનની કોરોના વેક્સિનની વિશ્વસનીયતાને લઇને અનેક દેશોએ સવાલ ઉઠાવ્યા છે અને બીજી તરફ હવે પાકિસ્તાન રસીકરણ માટે ચીનની વેક્સિન લઇને બરોબરનું ફસાયું છે. પાકિસ્તાને માંગ ઉઠાવી છે કે વિશ્વભરમાં કોરોના વાયરસ વેક્સિનની સ્વીકૃતિ પર અલગ અલગ દેશોના નિર્ણય સામે WHO જેવા સંગઠનોએ નિર્ણય લેવો જોઇએ.

હકીકતમાં, ચીનની વેક્સિનને કેટલાક દેશોએ અસ્વીકાર કર્યો છે અને આ દેશો ફાઇઝર, મોડર્ના અને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે. આ જ કારણોસર પાકિસ્તાને આ માંગ કરી છે. કારણ કે પાકિસ્તાન વેક્સિન માટે ચીન પર નિર્ભર છે.

પાકિસ્તાનના કોરોના વિરોધી નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટરના ચીફે ટ્વીટ કરી રજૂઆત કરી છે કે, રસી અંગેનો નિર્ણય WHO જેવા વૈશ્વિક સંગઠનોએ લેવાનો છે. દરેક દેશ નક્કી કરશે કે કઇ કોરોના વેક્સિન તેના માટે અનૂકુળ રહેશે તો ગંભીર સમસ્યા ઉભી થશે.

મહત્વનું છે કે, પાકિસ્તાનમાં અત્યાર સુધી 1.35 કરોડ લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે. જેમાં મોટા ભાગે ચીનની કોરોના વેક્સિન સાઇનોફાર્મ, સાઇનોવૈક અને કૈનસાઇનો સામેલ છે. જો કે પાકિસ્તાનને એસ્ટ્રાજેનેકાની વેક્સિનના 12 લાખ અને ફાઇઝરની વેક્સિનના 1 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ આ વેક્સિનનો ઉપયોગ વિદેશ જઇ રહેલા લોકોને જ લગાવવામાં થઇ રહ્યો છે.