Site icon Revoi.in

ભારતે ઇઝરાયલ, યુએસ, UAE સાથે કરી બેઠક, લીધો આ મોટો નિર્ણય

Social Share

નવી દિલ્હી: ભારતની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે. આર્થિક સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે ભારત, ઇઝરાયલ, યુએસ અને યુનાઇટેડ આરબ અમીરાતએ સંયુક્તપણે આંતરરાષ્ટ્રીય મંચ સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

આ વર્ચ્યુઅલ બેઠકમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર, યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેન, યુએઇના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન જાયદ અલ નાહ્નાન અને ઇઝરાયલના વિદેશ મંત્રી યાયર લેપિડ હાજર રહ્યા હતા.

આ બેઠક દરમિયાન પરિવહન, ટેક્નોલોજી, દરિયાઇ સુરક્ષા, અર્થશાસ્ત્ર અને વેપાર પર ચર્ચા કરી હતી. વાટાઘાટોના અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે દરેક મંત્રી કાર્યકારી જૂથ માટે વરિષ્ઠ કક્ષાના વ્યાવસાયિકોની નિમણૂક કરશે. જે આ તમામ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરશે.

આ અંગે જયશંકરે ટ્વિટરથી જણાવ્યું હતું કે, ઇઝરાયલના વિદેશ મંત્રી યાયર લેપિડ, યુએસ વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેન અને UAEના મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નાહ્યાન સાથે પ્રથમ મુલાકાત થઇ. આર્થિક વિકાસ અંગે ચર્ચા કરી અને વૈશ્વિક મુદ્દાઓ પર સાથે કામ કર્યું. ઝડપી પગલાં લેવા માટે સંમતિ આપવામાં આવી છે.

તેમણે કહ્યું “મને લાગે છે કે, તે ખૂબ જ સ્પષ્ટ છે કે આપણા સમયના મોટા મુદ્દાઓ પર આપણા બધાનો એક સમાન દૃષ્ટિકોણ છે અને જો આપણે કામ કરવા માટે કેટલીક વ્યવહારુ બાબતો પર સહમત થઈ શકીએ તો તે ખૂબ મદદરૂપ થશે.” એક નિવેદનમાં કે બ્લિન્કેને ત્રણ સમકક્ષો સાથે “મધ્ય પૂર્વ અને એશિયામાં વધતા વેપાર, આબોહવા પરિવર્તન, ઉર્જા સહકાર અને દરિયાઈ સુરક્ષા દ્વારા આર્થિક અને રાજકીય સહયોગ વધારવા પર ચર્ચા કરી.

બ્લિન્કેને ટ્વિટ કર્યું હતું કે બેઠકમાં “ક્ષેત્ર અને વૈશ્વિક સ્તરે ચિંતાના સામાન્ય મુદ્દાઓ અને અમારા આર્થિક અને રાજકીય સહયોગને વિસ્તૃત કરવાના મહત્વ પર ચર્ચા કરવામાં આવી હતી.” વ્યૂહાત્મક ભાગીદાર તરીકે વર્ણવવામાં આવ્યું છે.

“નવી રીતે મિત્રોને એકસાથે લાવીને અમે આ ભાગીદારીને વિસ્તૃત કરી રહ્યા છીએ,” બ્લિન્કેને કહ્યું. મને લાગે છે કે આ બેઠક આ વિશે જ છે, વોશિંગ્ટનમાં બેસીને હું કહી શકું છું કે ઈઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત અને ભારત અમારા ત્રણ મોટા વ્યૂહાત્મક ભાગીદાર છે.

લેપિડે કહ્યું, ‘અમે જે વસ્તુઓ શોધી રહ્યા છીએ તેમાંથી એક સંકલન છે અને અમે આ બેઠક પછી તે સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું. આ સહયોગ અમને ભવિષ્યમાં સાથે કામ કરવામાં મદદ કરશે.