Site icon Revoi.in

તાલિબાનનું ફરી એકવાર ઉપરાણું લેતા પાકિસ્તાનને ઝટકો, SAARC દેશોએ લીધો આ નિર્ણય

Social Share

નવી દિલ્હી: તાલિબાનના મિત્ર એવા પાકિસ્તાને તાલિબાનને SAARC દેશોમાં સામેલ કરવાની અપીલ કરી હતી. પાકિસ્તાનની આ માંગને ઠુકરાવી દેવામાં આવી છે. આગામી 25મીએ થનારી SAARC દેશોની બેઠક પણ રદ કરી દેવાઇ છે.

વિશ્વભરમાં તાલિબાન સરકારને માન્યતા આપવા માટે પાકિસ્તાને કરાર પણ લીધો છે. તાલિબાને સત્તા સંભાળી ત્યારે પાકિસ્તાનના વિદેશ પ્રધાન તાલિબાનને ટેકો મેળવવા માટે વિદેશ પ્રવાસે ગયા હતા. તાલિબાન પ્રત્યે અફઘાનિસ્તાનના પ્રયાસોને મોટો આંચકો લાગ્યો છે. અમેરિકાના ન્યૂયોર્કમાં 25 સપ્ટેમ્બરે સાઉથ એશિયન એસોસિએશન ફોર રીજનલ કોઓપરેશન બેઠક રદ કરવામાં આવી છે. પાકિસ્તાન SAARCની બેઠકમાં તાલિબાનને સામેલ કરવાની માંગ કરી રહ્યું હતું. SAARCમાં મોટા ભાગના દેશો તાલિબાનને બેઠકમાં સામેલ કરવાની પાકિસ્તાનની માંગની વિરુદ્વ હતા.

25 મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સાર્કના વિદેશમંત્રીઓની મોટી બેઠક થવાની હતી પરંતુ પાકિસ્તાને તાલિબાનને સાર્ક દેશોમાં સમાવવાની સતત માગ કરી રહ્યું હતું. પાકિસ્તાનની આ માગણથી તંગ આવેલા સાર્ક દેશોએ બેઠક જ રદ કરી નાખી છે.

પાકિસ્તાન પણ આ બેઠકમાં તાલિબાનને સામેલ કરવાની માંગ કરી રહ્યું હતું. સાર્કમાં સામેલ મોટાભાગના દેશો તાલિબાનને બેઠકમાં સામેલ કરવાની પાકિસ્તાનની માંગની વિરુદ્ધ હતા. જ્યારે સાર્કના મોટાભાગના સભ્ય દેશોએ આ બેઠકમાં તાલિબાન સરકારના વિદેશ પ્રધાનને સામેલ કરવાની પાકિસ્તાનની માંગને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.