Site icon Revoi.in

સાઉદી અરેબિયાના નાગરિકો ભારત સહિત રેડ લિસ્ટમાં સામેલ દેશોમાં નહીં કરી શકે મુસાફરી

Social Share

નવી દિલ્હી: સાઉદી અરેબિયામાં કોરોનાનો પ્રકોપ ફરીથી વધી રહ્યો છે ત્યારે તેને રોકવા માટે સાઉદી અરેબિયાએ કેટલાક પગલાં લીધા છે. હવે UAEએ રેડ લિસ્ટમાં સામેલ દેશમાં પ્રવાસ પર નાગરિકો પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. કોરોના વાયરસના નવા કેસને નિયંત્રિત કરવા તેમજ વેરિએન્ટને અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે.

કેટલાક સાઉદી નાગરિકોએ મુસાફરીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અધિકારીઓની મંજૂરી લીધા વગર તેઓને મે મહિનામાં મુસાફરી કરવાની છૂટ મળી હતી. વર્ષ 2020ના માર્ચ પછી આવું પ્રથમવાર બન્યું. અધિકારીએ જણાવ્યું હતું કે, જે પણ નિયમોનું ભંગ કરે છે, તે પરત ફરશે ત્યારે તેમને કાયદા હેઠળ સજા કરવામાં આવશે અને ભારે શિક્ષા પણ આપવામાં આવશે. આ ઉપરાંત ત્રણ વર્ષ મુસાફરી પર પ્રતિબંધ રહેશે.

નાગરિકોને રેડ લિસ્ટમાં સામેલ અથવા અન્ય કોઇ દેશમાં સીધા અથવા અન્ય કોઇ દેશમાંથી મુસાફરી કરવા પર પ્રતિબંધ છે. આ દેશોમાં કોરોના મહામારી હજુ કાબૂમાં નથી આવી અથવા નવા વેરિએન્ટ ત્યાં ફેલાઇ રહ્યાં છે.

સાઉદી અરેબિયાએ અફઘાનિસ્તાન, આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, લેબેનોન, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, તુર્કી, વિયેતનામ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિતના ઘણા દેશોની યાત્રા પર અને ત્યાંથી આવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

અખાત દેશોમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ સાઉદી અરેબિયા છે. સાઉદી અરેબિયાની વસ્તી લગભગ 30 કરોડ છે. મંગળવારે, રાજ્યમાં કોરોના વાયરસના 1,379 નવા કેસ નોંધાયા છે. આ રીતે, દેશમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 5,20,774 પર પહોંચ્યો છે.