Site icon Revoi.in

ટેક્સાસમાં ટેક ઓફ થવાની કેટલીક ક્ષણોમાં વિમાન થયું ક્રેશ, પ્લેનમાં સવાર 3 ક્રૂ સહિત 21 મુસાફરોનો આબાદ બચાવ

Social Share

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક વિમાન દુર્ઘટના ઘટી હતી. અહીંયા એક પ્લેન ટેક ઑફ થયાના થોડીક જ ક્ષણોમાં ક્રેશ થયું હતું. જો કે અહીંયા રાહતના સમાચાર એ છે કે વિમાનમાં સવાર 3 ક્રૂ સહિત 21 મુસાફરો સુરક્ષિત છે. આગ લાગે તે પહેલા વિમાન ક્રેશ થયા બાદ મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર, મંગળવારે હ્યુસ્ટન એરપોર્ટ બ્રુકશાયરથી મેકનોડેલ ડગ્લાસ નામના પ્લે ઉડાન ભરી હતી, પરંતુ થોડા સમય બાદ એક મેદાનમાં તે ક્રેશ થયું હતું. વિમામનો આગળનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયો હતો. જ્યારે અન્ય ભાગોમાં પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરાયા હતા.

ફાયર વિભાગના નિવેદન અનુસાર, દુર્ઘટના સમયે ત્રણ સભ્યો સહિત તમામ 21 મુસાફરોને ડબલ એન્જિનવાળા જેટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઇમરજન્સી સર્વિસના ડિરેક્ટર ટિમ ગિબ્સને કહ્યું કે, મુસાફરો અને ક્રૂ ભયમાં હતા અને બોર્ડમાં બેઠેલા દરેક લોકો સુરક્ષિત છે.

નોંધનીય છે કે, 10 ઑક્ટોબરના રોજ રશિયાના તાતારસ્તાન વિસ્તારમાં મેન્ઝેલિન્સ્કમાં વિમાન ક્રેશ થવાની દુર્ઘટના ઘટી હતી. વિમાનમાં 21 પેરાશૂટ ડાઇવર્સ સહિત કુલ 23 લોકો સવાર હતા. રિપોર્ટ્સ પ્રમાણે, 23માંથી 7 લોકોને બચાવી લેવાયા હતા અને અન્યના મોતની આશંકા હતી.