Site icon Revoi.in

ન્યૂઝીલેન્ડના હેમિલ્ટનમાં મળ્યું 7.8 કિલોગ્રામ વજનનું આલું, આ છે તેનું રહસ્ય

Social Share

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના પાટનગર હેમિલ્ટનની પાસે આવેલા એક ખેતરમાંથી ગત ઓગસ્ટ મહિનામાં વિશાળ કદના પોટેટોનું વજન 7.8 કિલોગ્રામ થયું હતું. કોલિન અને ડોના ક્રેગ બ્રાઉન નામના બે ખેડૂતોએ ખૂબ મહેનત કરીને જમીનમાંથી બહાર લાવ્યા હતા. બંનેએ આ વિશિષ્ટ પ્રકારના બટાટાનું નામ ડૂગ રાખ્યું હતું. તેને વિશ્વના સૌથી વજનદાર બટાટાનું બિરુદ પણ મળ્યું હતું.

આ આલુ છે કે નહીં તે જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આલુ કુદરતી રીતે જ તૈયાર થયું છે કે તેમાં જીનેટિકલ મોડીફાઇડ કરવામાં આવ્યું છે તે પણ ખ્યાલ આવશે. જો કે કોલિન અને ડોના બ્રાઉન કોઇ જીન ફેરફાર કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો. આ બંને ખેડૂતોને આશા છે કે ગમે તેટલા સંશોધન અને તપાસ કરવામાં આવે છેવટે તો પોટેટો છે બીજુ કશું નથી.

ઓગસ્ટ મહિનામાં જમીનમાં કાઢવામાં આવ્યું હોવાથી તપાસમાં વધુ સમય જશે તો ડુગીનું વજન ઓછું થઇ જશે એવો ડર પણ તેમને સતાવે છે. હાલમાં પોટેટોને વાતાનૂકૂલિત વાતાવરણમાં સાચવવામાં આવી રહયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વમાં અવનવા રેકોર્ડ નોંધતી ગ્રીનિજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ પહેલા 4.8 કિલોગ્રામનું પોટેટો નોંધાયું હતું.