Site icon Revoi.in

ટોંગામાં સમુદ્રમાં પ્રચંડ જ્વાળામુખી વિસ્ફોટ, જાપાનથી અમેરિકા સુધી ત્સુનામીના ભણકારા

Social Share

નવી દિલ્હી: પ્રશાંત મહાસાગરમાં ન્યૂઝીલેન્ડ નજીક આવેલા દેશ ટોંગામાં સમુદ્રમાં આફત આવી છે. ટોંગામાં સમુદ્રમાં ભયાનક જ્વાળામુખી ફાટ્યો છે. જેના કારણે જાપાન તેમજ પશ્વિમ અમેરિકામાં ત્સુનામી આવવાનો ખતરો તોળાઇ રહ્યો છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાને કારણે અત્યારે પ્રશાંત મહાસાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે 4 ફૂટથી પણ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જ્વાળામુખી વિસ્ફોટને કારણે વિશાળ મોજા ઉછળતા તમામ વિસ્તારોમાં ત્સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ટોંગ નજીકના સમુદ્રમાં થયેલો જ્વાળામુખી વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર વિશ્વના દરિયા કિનારાના વિસ્તારોમાં તેનો અનુભવ થયો છે.

ભૂવૈજ્ઞાાનિકોના અભિપ્રાય પ્રમાણે આ વિસ્ફોટના કારણે એક મોટી ત્સુનામીની શરૂઆત થઇ છે. જેનાં કારણે અત્યારથી જ જાપાન, પશ્ચિમ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના દરિયાકિનાકારના વિસ્તારોમાં પણીની સપાટી વધવાની શરૂઆત થઇ ચૂકી છે.દરિયામાં થયેલા વિસ્ફોટની સેટેલાઇટ ઇમેજ વાઇરલ થઇ છે.

અલાસ્કાથી 10,000 કિલોમીટર દૂર હંગા ટોંગા જ્વાળામુખીનો વિસ્ફોટ પ્રચંડ ગર્જના સાથે થયો છે. જેના કારણે હવામાં ધૂમાડો અને રાખ ફેલાયા છે અને તેના કારણે સમગ્ર દેશમાં અંધકારભર્યુ વાતાવરમ સેટેલાઇટ ઇમેજમાં જોવા મળે છે. અમેરિકન જીયોલોજીકલ સર્વે પ્રમાણે શનિવારે થયેલા જ્વાળામુખીથી આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 હતી.

ટોંગાની રાજધાની નુકુ અલીફાના કાંઠાના વિસ્તારોમાં ચાર ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા અને ઘણાંખરા વિસ્તોરમાં પૂર જેટલાં પાણી ભરાયા હતા. જેનાં કારણે તમામ લોકો તેમના ઘર છોડી ઉંચાણવાળી સુરક્ષિત જગ્યા પર પહોંચી ગયા છે.