Site icon Revoi.in

જીતની ઉજવણીમાં ગળાડૂબ પાકિસ્તાનીઓ ભાન ભૂલ્યા, એક ઉત્સાહીએ હવામાં કર્યું ફાયરિંગ, 12 લોકો ઇજાગ્રસ્ત

Social Share

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ભારત સામે જીત બાદ પાકિસ્તાનમાં અત્યારે જશ્નનો માહોલ છે. લોકો મોટા પાયે ત્યાં ઉજવણી કરી રહ્યાં છે. જો કે આ ઉજવણી અને જશ્નમાં ગળાડૂબ લોકો ભાન ભૂલ્યા હતા.

કરાચીના રસ્તાઓ પર ભારત સામેની જીતનો જશ્ન મનાવવા લોકો રસ્તાઓ પર આવી ચડ્યા હતા. આ દરમિયાન એક અતિ ઉત્સાહી વ્યક્તિએ હવામાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેને કારણે 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

પાકિસ્તાનના એક મીડિયા હાઉસ અનુસાર, એક સબ ઇન્સપેક્ટર અને કુલ 12 લોકો ઘાયલ થયા છે. બધાને ગોળી વાગી છે. કરાચીના 4માં ઓરણજી ટાઉન સેક્ટર-4 અને ચૌરંગી ખાતે અજાણ્યા સ્થળેથી ગોળીઓ ચલાવવામાં આવી હતી ત્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, “ગુલશન-એ-ઇકબાલમાં ઓપરેશન દરમિયાન સબ ઇન્સ્પેક્ટર અબ્દુલ ગનીને ગોળી વાગી હતી.” પાકિસ્તાનમાં ફાયરિંગની ઘટનાઓ સચલ ગોથ, ઓરણજી ટાઉન, ન્યૂ કરાચી, ગુલશન-એ-ઇકબાલ અને માલિર વિસ્તારોમાં નોંધાઈ હતી. પાકિસ્તાને ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાની લોકો ખુશીથી રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પાકિસ્તાનમાં જશ્ન મનાવતા લોકો નાચવા ઉપરાંત ફટાકડાં પણ ફોડ્યા હતા. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનમાં મોડી રાત સુધી ઉજવણી કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ લોકો પાકિસ્તાની ટીમના વખાણ કરતા જોવા મળ્યા હતા.

બીજી તરફ પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને પણ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, પાકિસ્તાની ટીમ, ખાસ કરીને બાબર આઝમને અભિનંદન. જેમણે પોતાની હિંમતથી ટીમનું નેતૃત્વ કર્યું હતું અને રિઝવાન અને શાહીન આફ્રિદીએ પણ દમદાર પ્રદર્શન કર્યું હતું.