Site icon Revoi.in

વાયુ પ્રદૂષણથી દર વર્ષે 70 લાખ લોકોના થાય છે મોત, જાણો WHOએ શું કહ્યું

Social Share

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને દિલ્હી ગેસ ચેમ્બર જેવું બનવા જઇ રહ્યું છે. લોકો ત્યાં ગૂંગળામણ અનુભવશે. જો કે પ્રદૂષણની સમસ્યા પર હજુ સુધી કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને તેને હંમેશા અવગણવામાં આવે છે. એક અંદાજ અનુસાર દર વર્ષે 70 લાખ લોકો વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી મૃત્યુ પામે છે.

વાયુ પ્રદૂષણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, WHOએ ગ્લોબલ AQIનું અપડેટ વર્ઝન એટલે કે ગ્લોબર એર ક્વોલિટી ગાઇડલાઇન્સ બહાર પાડી છે. AQIમાં આ અપડેશન 15 વર્ષ પછી આવ્યું છે.

WHOની નવી માર્ગદર્શિકામાં પ્રદૂષણ અંગે કેટલાક માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે. તેમાં પીએમ 2.5, પીએમ 10, ઓઝોન, નાઇટ્રોજન ડાયોક્ટસાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ તેમજ કાર્બન મોનોક્સાઇડનો સમાવેશ થાય છે. આ પાંચ વાયુ હવાને પ્રદૂષિત કરે છે. PM 10 અને 2.5 વાયુ એટલા નાના છે કે તેઓ સરળતાથી વ્યક્તિના ફેફસાંમાં પહોંચી શકે છે અને લોહી સાથે આંતરિક અવયવોમાં ભળીને બિમારી ફેલાવી શકે છે.

વર્ષ 2021ની માર્ગદર્શિકા અનુસાર, હવામાં PM 10ની વાર્ષિક સરેરાશ 15 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટરથી વધુ ના હોવી જોઇએ. આ સાથે, 24 કલાકમાં આ સરેરાશ 45 માઇક્રોગ્રામ ઘન મીટરથી વધુ ના હોવી જોઇએ. અગાઉ તેની મર્યાદા પ્રતિ વર્ષે 20 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની હતી અને એક દિવસમાં 50 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતી.

24 કલાકમાં સરેરાશ ઓઝોનનું સ્તર 100 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધારે ન હોવું જોઇએ, જ્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ 25 ઘન મીટર દીઠ 25 માઇક્રોગ્રામથી વધારે ન હોવું જોઇએ. સલ્ફર ડાયોક્સાઇડ પણ 40 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી ઓછો હોવો જોઈએ.

નોંધનીય છે કે, ભારતના ઘણા શહેરોમાં PM 2.5 નું સ્તર 2005 માં કરાયેલી ભલામણ કરતા ઘણું વધારે છે. આમાં ગાઝિયાબાદનો પણ સમાવેશ થાય છે, ત્યાં 2019 માં PM 2.5 ની વાર્ષિક સરેરાશ 110 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુ હતી. નોઇડા અને ગુડગાંવ પણ આટલા જ પ્રદૂષણની ઝપેટમાં છે.

Exit mobile version