Site icon Revoi.in

વર્ષ 2025 સુધીમાં દર 10માંથી 6 લોકો ગુમાવી શકે નોકરી: રિપોર્ટ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે લાગૂ કરાયેલા લોકડાઉનને કારણે વિશ્વના લાખો લોકોએ રોજગારી ગુમાવી હતી. અત્યારે પણ હાલત કંઇક એવી જ છે. આ વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2025 સુધીમાં દર 10 લોકોમાંથી 6એ નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. આ રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પડાયો છે.

રિપોર્ટ અનુસાર, મહામારી પહેલા અને બાદમાં મશીનનો વપરાશ વધ્યો છે. જેથી લોકોએ નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવી શકે છે. જો કે, આ રિપોર્ટ 19 દેશોમાં પ્રાઇસ વોટર હાઉસ કૂપર કંપનાં કામ કરતા 32 હજાર કર્મચારીઓ પર કરાયેલા સર્વે પર આધારિત છે.

સર્વેમાં સામેલ વિશ્વના 0 ટકા કર્મચારીઓને લાગે છે કે, તેઓ આગામી 5 વર્ષમાં પોતાની નોકરી ગુમાવશે. જ્યારે 56 ટકા લોકોને એવું લાગે છે કે તેઓ ભાવિમાં લાંબા સમયના રોજગામ મેળવવામાં સફળ રહેશે. તો બીજી તરફ 60 ટકાથી વધુ લોકોએ સરકાર પાસે નોકરી સુરક્ષિત રહે તે માટે અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં લદાયેલા લોકડાઉન દરમિયાન 40 ટકા લોકોએ પોતાની ડિજિટલ સ્કિલને અપડેટ કરી છે અને તેને વધુ સારી બનાવી છે. સાથે જ 77 ટકા લોકોએ કઈંક નવું શીખવા માટે અને પોતાનામાં સુધાર લાવવાના પ્રયત્નો કર્યા છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, 80 ટકા લોકો ટેક્નોલોજીના અનુકૂળ થવા માટે પોતાની ક્ષમતામાં વધારો કરી રહ્યા છે. WEFના ગત રિપોર્ટ અનુસાર, મશીનો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વધતી નિર્ભરતાએ 85 ટકા નોકરીઓ પર લટકતી તલવાર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે.

(સંકેત)