Site icon Revoi.in

IPL 2021 : કોરોનામાં પરિવારને સપોર્ટ કરવા આર. અશ્વિને લીધો બ્રેક

Social Share

મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ હાલ આઈપીએલ રમાઈ રહી છે. આ આઈપીએલને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ કેટલાક ક્રિકેટરો સંકમિત થઈ ચુક્યાં છે. દરમિયાન હવે દિલ્હી કેપિટલ્સના સ્પિનર રવિચંદ્રન અશ્વિને એલાન કર્યુ છે કે, તે આઇપીએલ 2021 ની હાલની સિઝનમાં થી બ્રેક લઇ રહ્યો છે.

આઈપીએલ રમતા અશ્વિને પોતાના પરિવારને સપોર્ટ કરવા આ બ્રેક લીધો છે. જે હાલમાં કોરોના વાયરસની મહામારીને લઇને લડાઇ લડી રહ્યો છે. અશ્વિને આ અંગે ટ્વીટરના માધ્યમ જાહેરાત કરી હતી. અશ્વિને પોતાના ટ્વીટર હેન્ડલ મારફતે પોષ્ટ કરીને લખ્યુ હતુ કે, હું આ વર્ષે આઇપીએલ થી બ્રેક લઇ રહ્યો છુ. મારો પરિવાર કોરોના સામે લડાઇ લડી રહ્યો છે. હું હાલના મુશ્કેલ સમય દરમિયાન તેમનો સપોર્ટ કરવા માંગુ છું. જો બધુ ઠીક દીશામાં હશે તો, હું રમતમાં પરત ફરવાની પણ આશા રાખી રહ્યો છુ. આભાર દિલ્હી કેપિટલ્સ.

આ ટ્વીટને લઇને દિલ્હી કેપિટલ્સે પણ એક ટ્વીટ કર્યુ હતુ કે, આ મુશ્કેલ સમયમાં અમે આપને પુરુ સમર્થન કરીએ છીએ આર અશ્વિન. દિલ્હી કેપિટલ્સ આપ અને આપનુ પરિવાર તેમજ તમામ તાકાત અને પ્રાર્થનાઓ મોકલી છે. દિલ્હી કેપિટલ્સ તરફ થી જારી કરવામાં આવેલા અધિકારીક નિવેદનમાં એ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે, જો બધુ ઠીક રહેશે તો તે આઇપીએલમાં પરત ફરશે. જોકે હવે એવાતની આશાઓ પણ ઓછી છે.