Site icon Revoi.in

આઈપીએલ 2022 – ચેમ્પિયન ગૌતમ ગંભીરની લીગમાં વાપસી – લખનૌ ફ્રેન્ચાઈઝીએ બનાવ્યો મેંટર

Social Share

દિલ્હીઃ-  ભૂતપૂર્વ ભારતીય બલ્લેબાજ ક્રિકેટર ગૌતમ ગંભીરને આઈપીએલની નવી ફ્રેન્ચાઈઝી લખનૌ એ તેના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ દિલ્હીના વર્તમાન સાંસદ અને લેફ્ટ હેન્ડ બેટ્સમેન ગંભીરે તેની કપ્તાની હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સને બે વખત આઈપીએલ ટાઈટલ જીતાડ્યું છે અને બેટિંગમાં પણ ઘણી સિદ્ધિઓ પોતાના નામે કરી છે.

RPSG ગ્રુપના માલિક સંજીવ ગોએન્કાએ પણ ગંભીરનું સ્વાગત કર્યું અને તેની પ્રશંસા કરી. તેણે એક નિવેદનમાં લખ્યું, ‘ગૌતમની કારકિર્દીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. હું તેના ક્રિકેટ દિમાગનું સન્માન કરું છું અને તેની સાથે કામ કરવા માટે ઉત્સુક છું.

આ બાબતને લઈને એક ટ્વિટ કરીને ગૌતમ ગંભીરે તે અંગેની જાણકારી આપી છે.ગંભીરે લખનૌમાં જોડાવાની જાણકારી  આપતા લખ્યું કે, ‘ફરીથી સ્પર્ધામાં આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. મને લખનૌની આઈપીએલ ટીમમાં સામેલ કરવા બદલ ડૉ. ગોએન્કાનો આભાર. હું ડ્રેસિંગ રૂમ માટે નહીં પરંતુ યુપીની એકતા અને ભાવના માટે લડીશ.