Site icon Revoi.in

હીટિંગ ટૂલ્સના ઉપયોગથી વાળને નુકસાન થયું છે ?, તો રિપેર માટે ટ્રાય કરો આ ઘરેલું ઉપચાર

Social Share

આજકાલ વાળને હીટિંગ ટૂલ્સના ઉપયોગને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જેના કારણે તેમને શુષ્કતા આવે છે અને તે ડલ પણ થઈ જાય છે. આટલું જ નહીં,વધુ પડતા હીટિંગ ટૂલ્સનો ઉપયોગ પણ વાળ ખરવાનું કારણ બને છે.આ હીટિંગ ટૂલ્સ થોડા સમય માટે વાળને સ્ટાઇલિશ બનાવે છે,પરંતુ તેનાથી મળતા પરિણામો ખૂબ જ ખરાબ હોય છે.હીટિંગ ટૂલ્સને કારણે વાળની ચમક ધીરે ધીરે ગાયબ થવા લાગે છે અને આ ચમક પાછી મેળવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. એક વાત એ પણ જોવામાં આવી છે કે,વાળને સ્ટાઈલિશ બનાવવા માટે મોટાભાગના હીટિંગ ટૂલ્સની સાથે વાળમાં કેમિકલ પણ નાખવામાં આવે છે. આ કેમિકલ વાળ પર પણ ખરાબ અસર કરે છે.

વાળને ફરીથી હેલ્ધી બનાવવા અને તેમને રિપેર કરવા માટે કોઈપણ પ્રકારના કેમિકલવાળા પ્રોડકટને પસંદ કરવાનું ટાળવું જોઈએ.તેના બદલે તમે ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો.તેમને અપનાવવું પણ સરળ છે અને તેમાંથી શ્રેષ્ઠ પરિણામો પણ મળી શકે છે. તો આવો તમને જણાવીએ આવી જ કેટલીક ટિપ્સ વિશે…

ઓલિવ ઓયલ

આ ઓયલને નેચરલ કંડીશનર પણ માનવામાં આવે છે.એક વાસણમાં ઓલિવ ઓયલ ગરમ કરો અને થોડું ઠંડુ થવા પર માથામાં માલિશ કરો.મસાજ કર્યા પછી વાળ પર ગરમ પાણીમાં પલાળેલ ટુવાલ બાંધી દો અને લગભગ અડધા કલાક સુધી આમ કરો. તેનાથી વાળની ખોવાયેલી ચમક પાછી આવશે.

એલોવેરા જેલ

વાળની સારવાર માટે એલોવેરા શ્રેષ્ઠ માનવામાં આવે છે.તેમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે ક્ષતિગ્રસ્ત વાળને સુધારવામાં મદદરૂપ થાય છે.તેની મદદથી માથાની ચામડીની ખંજવાળ પણ ઓછી કરી શકાય છે.આ માસ્ક બનાવવા માટે, એલોવેરા જેલને સીધા વાળમાં લગાવો અને પછી 30 મિનિટ પછી તેને ધોઈ લો. એલોવેરા વાળને પણ હેલ્ધી બનાવશે.