- મહાકાલને ROનું પાણી અર્પિત કરવામાં આવે છે
- GSI ટીમએ પુજા સામગ્રીની પુરી જાણકારી મેળવી
ભોપાલ: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવલીંગને લઈ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન બહાર પાડી છે, જેના પર જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)ની ટીમ દેખરેખ કરે છે. આ ટીમ નિરક્ષણ કરવા માટે મહાકાલેશ્વર મંદિર પહોંચી. જ્યાથી પુજા સામગ્રીના સેંમ્પલ લેવામાં આવ્યા છે. ટીમ દ્વારા હાલ મહાકાલેશ્વર મંદિર સમિતિને કોઈપણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી.
જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર રાધેશ્યામ શર્માએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકલેશ્વર મંદિરના શિવલિંગ મામલે રજુઆત થઈ હતી. તેના પછી સુપ્રીમ કોર્ટ તરફથી ગાઈડલાઈન બહાર પાડી છે, જેને જોતા GSIની ટીમ અવારનવાર મંદિરમાં સર્વે કર્યો હતો. આ ટીમે મંદિરમાં સર્વે કરી માહિતી એકત્ર કરી હતી.
હાલમાં મંદિરના ગર્ભગૃહમાં આમ શ્રદ્ધાળુંઓનો પ્રવેશ બંધ છે. મંદિર સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગાઈડલાઈન અનુસાર મંદિર સમિતિ દ્વારા ROનું પાણી ભગવાનને અર્પણ કરવામાં આવે છે. એના સિવાય બધી ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવે છે. મહાકાલેશ્વર મંદિરના સંચાલક સંદીપ સોનીએ કહ્યું છે કે GSIની ટીમ તરફથી કોઈ નવી ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી નથી.
GSI ટીમએ પુજા સામગ્રીનું સેંમ્પલ લીધા છે. આ સેંમ્પલ પરિક્ષણ માટે મોકલવામાં આવશે. મહાકાલેશ્વર મંદિરમાં દૈનિક આરતીમાં વપરાતી પુજા સામગ્રી વિશે જાણકારી મેળવવામાં આવી હતી. મંદિરમાં બ્રહ્મ મુહૂર્તમાં ભસ્મ આરતી થાય છે. જેમાં ભગવાનને દૂધ, દહી, મઘ વગેરેથી સ્નાન કરાવ્યા બાદ ભાંગથી શ્રૃંગાર કરાય છે.