Site icon Revoi.in

બિહારના CM નિતીશ કુમાર સામે IAS અધિકારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા પહોંચ્યા,4 કલાક સુધી જોઈ રાહ

Social Share

 

પટનાઃ-વિતેલા દિવસને શનિવારના રોજ  બિહારના રાજકરણમાં ખળભળાટ મચવા પામ્યો હતો, આ સ્થિતિ ત્યારે સર્જાય  હતી કે, જ્યારે એક નારાજ આઇએએસ અધિકારીએ શનિવારે એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને તેમાં મુખ્ય મંત્રી નીતીશ કુમાર અને ઘણા ઉચ્ચ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી.

જો કે આ અધિકારી એ પોલીસ સ્ટેશનમાં ચાર કલાક જેટલા સમયની રાહ જોઈ છત્તા પણ સીએમ સામે કોઇએ ફરિયાદ દાખલ નહોતીા કરી. વર્ષ 1987 ની બેચની ભારતીય વહીવટી સેવના અધિકારી, સુધીર કુમાર બપોરે ગાર્ડનીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પરંતુ તેણે પોતાની લેખિત ફરિયાદની પુષ્ટિ મેળવવા માટે ચાર કલાક રાહ જોવી પડી.

તેમને પૂછવામાં આવેલા સવાસ પર તેમણે કહ્યું હતું કે.’આ મામલો છેતરપિંડીથી સંબંધિત છે. ફરિયાદમાં નામ અપાયેલા લોકોમાં ઉપરથી નીચે સુધીના લોકો શામેલ છે. હું કોઈનું નામ નહીં લઈશ. ‘જો કે, જ્યારે તેમને વારંવાર પૂછવામાં આવ્યું હતું કે એફઆઈઆરમાં મુખ્યમંત્રીનું નામ છે કે નહીં, તો દવાબમાં તેમણે ‘ હા ‘કહ્યું હતું.

આ અધિકારી પેપર લીક કરવાના કેસમાં વર્ષ 2017 માં જેલમાં પણ ગયા હતાં. સુધીર કુમાર બિહાર કર્મચારી પસંદગી આયોગનાં પુર્વ અધ્યક્ષ પણ રહ્યા  છે, તેમના પર આરોપ છે કે વર્ષ 2014માં અધ્યક્ષ રહેવા દરમિયાન ઇન્ટર સ્તરની પરીક્ષાનું પેપર લીક થયું હતું, અને તે માટે તેમને દોષિત ઠરાવવામાં આવ્યા હતાં, આ કેસમાં વર્ષ 2017માં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમની ધરપકડ કરાઈ હતી, હવે 4 વર્ષ બાદ અચાનક તેઓ સીમ સામે ફરીયાદ નોંધાવા પહોંચતા ચર્ચાએ જોર પકડ્યું છે