Site icon Revoi.in

ISI એ લાલકિલ્લા પર હુમલાનું રચ્યુ હતુ ષડયંત્ર,દિલ્હી પોલીસની ચાર્જશીટમાં ખુલાસો

Social Share

દિલ્હીઃ-  ભારત પર સતત આતંકીઓની નજર મંડળાયેલી રહેતી હોય છએ તેઓ દેશની શઆંતિને સતત ભંગ કરવાના પ્રયત્નમાં હોય છે એક વખત નહી અનેક વખત આ પ્રકારના ષડયંત્ર આતંકીઓ દ્રારા રચવામાં આવ્યા છે ત્યારે હવે આવાજ એક ષડયંત્રનો ખુલાસો દિલ્હી પોલીસે રજુ કરેલી પોતાની ચાર્જશીટમાં કર્યો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસે જાન્યુઆરી 2023માં દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી આતંકવાદીઓ નૌશાદ અને જગજીત સિંહની ધરપકડ કરી હતી.  આતંકવાદીઓ નૌશાદ અને જગજીતને દિલ્હીના લાલ કિલ્લા પર તૈનાત સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરવાનું કામ મળ્યું હતું. આ મામલામાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 10 મેના રોજ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

જ્યારે નૌશાદ પાકિસ્તાનમાં બેઠેલા ISI હેન્ડલર અને લશ્કરના આતંકવાદી સોહેલના સંપર્કમાં હતો, ત્યારે જગજીત વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલ્લાના સંપર્કમાં  રહેતો હતો.

આ સાથે જ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે નૌશાદ અને જગજીતે તેમના હેન્ડલરનો વિશ્વાસ જીતવા માટે દિલ્હીથી એક હિન્દુ યુવકરાજાનું અપહરણ કર્યું હતું અને તેને દિલ્હીની ભાલસ્વ ડેરીમાં લઈ ગયા હતા.રાજાના હાથ પર ભગવાન શિવનું ટેટૂ બનાવ્યું અને બંનેએ તેનું ગળું કાપી નાખ્યું અને પછી હેન્ડલરને વીડિયો મોકલ્યો, ત્યાર બાદ હેન્ડલરે બંને પર વિશ્વાસ કર્યો.

આ સાથે પંજાબમાં બજરંગ દળના નેતા અને હરિદ્વારમાં સાધુઓની હત્યા કરવાની પણ યોજના બનાવવામાં આવી હતી. પંજાબમાં બજરંગ દળના નેતાની હત્યા માટે પણ બે લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા.ધરપકડ કરાયેલા બંને શકમંદોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ પાકિસ્તાનમાં બેઠેલા તેમના 4 હેન્ડલરના સંપર્કમાં હતા અને તેમનો હેતુ ભારતમાં આતંકી-ગેંગસ્ટર નેટવર્ક ઊભું કરવાનો હતો. બંને શકમંદોએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાનમાં નાઝીર ભટ, નાસીર ખાન, હરકત-ઉલ-અંસારના નાઝીર ખાન અને હિઝબુલ મુજાહિદ્દીનના નદીમના સંપર્કમાં હતા.