Site icon Revoi.in

પોરબંદરમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, ATS એ 4 શંકાસ્પદની કરી ધરપકડ

Social Share

અમદાવાદઃ-  ગુજરાતના પોરબંદરમાં આઈએસઆઈએડ આતંકી મોડ્યુએલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ હેઠળ 4 શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરાઈ છે. ગુજરાતના પોરબંદરમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું તે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવની છે.

એટીએસ દ્વારા ચાર લોકોને દબોચી પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ ચારેય આતંકીઓ ISISના સક્રિય ગ્રુપના સભ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ શખ્સોનું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાંઠગાઠ હોવાનું ખુલ્યુ છે.

જાણકારી અનુસાર ઓટીએસ એ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને 4 લોકોની ધરપકડ કરી. આ લોકો પર આરોપ લાગ્યો છે કે આ લોકો આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના સંપર્કમાં હતા. તેની ધરપકડ માટે એટીએસની ટીમે ગઈકાલથી પોરબંદરમાં આવીને તેમને પકડવાની અને તપાસની કવાયત હાથ ઘરી હતી.

ગુજરાત ATS ના આ ગુપ્ત ઓપરેશનમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. SOG ઓફિસે અધિકારીઓની ગાડીનો કાફલો પહોંચ્યો હતો. જ્યાંથી ATSએ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યુ છે. ઘરપકડ કરાયેલા આ શખ્સો આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાંઠગાઠ ધરાવતા હોવાનું ખુલ્યુ છે.

તો વળી બીજી તરફ સુરતમાંથી એટીએસ એ ખોરાસાન પ્રાંતના આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલી એક મહિલાની પણ ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસની મદદથી એટીએસએ મહિલાને લાલગેટ વિસ્તારમાંથી કસ્ટડીમાં લઈ લીધી છે. તેને પોરબંદર લઈ જવામાં આવી છે.