Site icon Revoi.in

‘ઈસ્લામને દેશમાં કોઈ જોખમ નથી, અમે મોટા છે’, તે ભાવ છોડવો પડશે – મોહન ભાગવત

Social Share

દિલ્હીઃ મુસ્લિમ અને આરએસએસને લઈને  હંમેશા થોડો મતભેદ જોવા મળે છે ત્યારે હવે  આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ભારતમાં રહેતા મુસલમાનોને લઇને એક નિવેદન આપ્યું છે વિગત પ્રમાણે મોહન ભાગવતે કહ્યું કે ઈસ્લામના લોકોએ દેશમાં રહીને ડરવાની જરુર નથી બસ તેમણે અમે જ મોટા છે તે ભાવ છોડવો જોઈએ.

તેમણે કહ્યું કે હિંદુ ધર્મ એ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા છે અને દરેકને પોતાના માનવા અને સાથે લેવાની વૃત્તિ છે અને દેશમાં ઈસ્લામ કોઈ ખતરો નથી, પરંતુ તેણે ‘આપણે મોટા છીએ’ની ભાવના છોડી દેવી જોઈએ.ભાગવતે કહ્યું કે મુસલમાનોએ એ ભાષા છોડી દેવી જોઈએ કે અમે એક વખત આ દેશ પર શાસન કર્યું હતું અને તેના પર ફરીથી શાસન કરીશું.
આ વાત તેમણે આરએસએસ સાથે જોડાયેલ મેગેઝિન ‘ઓર્ગેનાઇઝર’ અને ‘પાંચજન્ય’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહી હતી, સરસંઘચાલક ભાગવતે પણ એલજીબીટી સમુદાયને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે તેમની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ અને સંઘ આ વિચારને પ્રોત્સાહિત કરશે. 

તેમણે કહ્યું, “તૃતીય વર્ગના લોકો (ટ્રાન્સજેન્ડર) સમસ્યા નથી. તેમનો પોતાનો સંપ્રદાય છે, તેમના પોતાના દેવી-દેવતાઓ છે. હવે તેમની પાસે મહામંડલેશ્વર છે.તેમણે કહ્યું કે સંઘનો કોઈ અલગ મત નથી, હિન્દુ પરંપરાએ આ બાબતો પર વિચાર કર્યો છે.

મોહન ભાગવતે કહ્યું કે સરળ સત્ય એ છે કે હિન્દુસ્તાનને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ. આજે ભારતમાં રહેતા મુસલમાનોને કોઇ નુકસાન નથી. જો તે પોતાના વિશ્વાસ પર ટક્યા રહેવા માંગે છે તો તે કરી શકે છે. જો તે પોતાના પૂર્વજોની આસ્થામાં પાછા ફરવા માંગે છે તો તે આવું કરી શકે છે. આ પુરી રીતે તેમની પસંદ છે.