Site icon Revoi.in

ઈઝરાયલની ભારતને મદદ, 25 હેવી મશીનગન બનાવીને કોસ્ટ ગાર્ડ અને નેવીને આપ્યા

Social Share

નવી દિલ્લી: ભારત-ઈઝરાયલ વચ્ચે સુરક્ષા ક્ષેત્રે સારા સંબંધો સ્થપાયેલા છે. ભારતને ઈઝરાયલ દ્વારા હંમેશા સૈન્ય ધોરણે મદદ મળતી રહેતી હોય છે ત્યારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ(ઓએફબી)એ ઇઝરાઇલની મદદથી 25 હેવી મશીનગન બનાવીને નેવી અને કોસ્ટ ગાર્ડને આપ્યા છે.

આ મશીનગન એવા છે કે જે રિમોટ કંટ્રોલ મશીનગન છે અને તે સી પ્લેનમાં સજ્જ છે. ઓએફબીના જણાવ્યા અનુસાર આ 12.7 મીમી 2-નાટો સ્ટાન્ડર્ડ હેવી મશીન ગન, જેને સ્ટેબિલાઇઝ્ડ રિમોટ કંટ્રોલ ગન્સ (એસઆરસીજી) તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનું ઉત્પાદન તમિલનાડુના ત્રિચાપ્લ્લીમાં ઓર્ડનન્સ ફેક્ટરી ત્રિચીમાં કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઓએફબીએ શનિવારે ત્રિચાપલ્લીમાં એક કાર્યક્રમ દરમિયાન આ મશીનગન નેવી અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓને આપી હતી જેમાં 25 એસઆરસીજી ગનમાંથી 15 નેવી અને 10 કોસ્ટગાર્ડને આપવામાં આવી છે.

જો વાત કરવામાં આવે આ ગનની ખાસિયતની તો તે કોઈ પણ લક્ષ્યને દુરથી સાધવામાં સક્ષમ છે અને આ એસઆરસીજી મશીનગન દરિયાઇ એપ્લિકેશન માટે છે. આ બંદૂકો સીસીડી કેમેરા, થર્મલ-ઇમેજર અને લેસર રેંજફાઇન્ડરથી સજ્જ છે. આ જ કારણ છે કે આ બંદૂકોનો ઉપયોગ દિવસ અને રાત બંનેમાં થઈ શકે છે.

ભારત દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં હથિયારોની આયાતને ઘટાડવામાં પણ આવી છે અને જરૂરીયાત મુજબ તમામ પ્રકારના હથિયારોની આયાત કરવામાં આવી રહી છે. અમેરિકા પાસેથી પણ થોડા દિવસ પહેલા 2 હેલિકોપ્ટર મળ્યા છે ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો કરશે.