Site icon Revoi.in

ઈઝરાયલે ગાઝા પર કર્યો હવાઈ હુમલો, આ કારણોસર થઈ એરસ્ટ્રાઈક

Social Share

નવી દિલ્લી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ફરીવાર રમખાણ થઈ શકે તેવા વાદળો વળી રહ્યા છે. ગાઝામાંથી આગ લગાવનારા ફુગ્ગાઓ હવામાં છોડવામાં આવ્યા હતા અને તેના વળતા જવાબમાં ઈઝરાયલે કાર્યવાહી કરી છે.

ઇઝરાયલે આ બાબતે કહ્યું છે કે એણે ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાંઓ પર હવાઈ હુમલાઓ કર્યા છે. કારણ કે ગાઝા પટ્ટીમાંથી આગ લગાવનારા ફુગ્ગાઓ મોકલવામાં આવ્યા એ પછી હવાઈ હુમલો કરવામાં આવ્યો છે.

બુધવારે વહેલી સવારે ગાઝા શહેર વિસ્ફોટોથી ધણધણી ઊઠ્યું. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ કહ્યું કે એમના યુદ્ધવિમાનોએ ખાન યૂનુસ અને ગાઝા શહેરમાં હમાસના પરિસરોને નિશાન બનાવ્યા છે. આઈડીએફ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “આ પરિસરોમાં આતંકી ગતિવિધી ચાલી રહી હતી.

ગાઝા પટ્ટી તરફથી ચાલી રહેલી આતંકવાદી હરકતોને જોઈને આઈડીએફ યુદ્ધ શરૂ કરવા સહિતની તમામ સ્થિતિ માટે તૈયાર છે.” ઇઝરાયલના આ હવાઈ હુમલામાં જાન-માલનું કેટલું નુકસાન થયું છે એ વિશે હજી કોઈ માહિતી નથી.

જો કે મહત્વનું એ છે કે ઈઝરાયલમાં હમણા જ સત્તા બદલાઈ છે અને નવા પ્રાઈમ મીનીસ્ટર બેન્નટ નફ્તાલીને નિમણુંક કરવામાં આવ્યા છે. એ પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે આ પહેલી હિંસક ઝડપ છે.

મે મહિનામાં બેઉ પક્ષો વચ્ચે 11 દિવસ ભીષણ યુદ્ધ થયું હતું અને એ પછી 21 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.