Site icon Revoi.in

ઈઝરાયલઃ લોકોને બંધક બનાવવા માટે આતંકવાદીઓને હમાસે મોટી લાલચ અપાઈ હતી

Social Share

હમાસના લડવૈયાઓએ અપહરણ કરાયેલા ઇઝરાયેલી નાગરિકોમાંથી બે બંધકોને મુક્ત કર્યા હતા. રિલીઝ પહેલા જ હમાસના એક લડવૈયાની વીડિયો ક્લિપ બહાર આવી હતી. વીડિયોમાં, લડવૈયાઓએ દાવો કર્યો હતો કે, ઇઝરાયેલમાં લોકોને બંધક બનાવવાના બદલામાં તેમને દસ હજાર ડોલર અને એક એપાર્ટમેન્ટનું વચન આપવામાં આવ્યું હતું. લડવૈયાએ ​​એમ પણ કહ્યું કે, તેના હેન્ડલરોએ તેને કહ્યું હતું કે અપહરણ કરવામાં આવનાર લોકોમાં બાળકો અને વૃદ્ધ મહિલાઓ તેમની પ્રાથમિકતા હોવી જોઈએ. હમાસના એક લડવૈયાએ ​​એમ પણ કહ્યું કે, તેમને શક્ય તેટલા લોકોનું અપહરણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

લડવૈયાઓએ કહ્યું કે તેમના હેન્ડલરના આદેશ પર, બે ઘર સંપૂર્ણપણે બળી નાખ્યા હતા. “અમે જે કરવા આવ્યા હતા તે અમે પૂર્ણ કર્યું. ઇઝરાયેલની આંતરિક સુરક્ષા એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હમાસની સૈન્ય પાંખના વરિષ્ઠ કમાન્ડરો તેમના બંદૂકધારીઓને ઇઝરાયલ મોકલતા પહેલા સેફ હાઉસમાં છુપાયેલા હતા. ઇઝરાયેલના તમામ સુરક્ષા દળોએ હત્યાકાંડમાં સામેલ તમામ લડવૈયાઓને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઇઝરાયલી સુરક્ષા દળો 7/10ના નરસંહારમાં ભાગ લેનારા તમામ આતંકવાદીઓ સાથે તમામ હિસાબ પતાવશે.”  7 ઓક્ટોબરના હુમલામાં, ઓછામાં ઓછા 2,500 હમાસ લડવૈયાઓએ ઈઝરાયેલના વિસ્તારમાં પ્રવેશ કર્યો અને લગભગ 222 નાગરિકો અને વિદેશીઓનું અપહરણ કર્યું હતું. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું, “હમાસના યાહ્યા સિનવર, મોહમ્મદ ઝૈફ, સાલેહ અલ-અરૂરી, ઈસ્માઈલ હાનિયાના હાથ હજારો લોકોના લોહીથી રંગાયેલા છે. “અમે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલ હત્યાકાંડને ક્યારેય ભૂલીશું નહીં.”