Site icon Revoi.in

અમદાવાદમાં આવકવેરા વિભાગનો સપાટોઃ જાણીતા બિલ્ડર સહિત છ જૂથ ઉપર સર્ચ-સર્વે

Social Share

અમદાવાદઃ શહેરમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધરીને બિલ્ડર અને લેન્ડ ડીલર સહિત છ જાણીતા વ્યવસાયીઓને ત્યાં દરોડા પાડ્યાં હતા. આવકવેરા વિભાગના દરોડાને પગલે બિલ્ડરો અને લેન્ડ બ્રોકરમાં ફફડાટ ફેલાયો છે. આઈટીની રેડમાં કરોડોની કર ચોરી પકડાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આવકવેરા વિભાગે છ બિલ્ડર અને લેન્ડ બ્રોકરને ત્યાં મોટા પાયે આર્થિક વ્યવહારો હોવાની આશંકાએ વહેલી સવારે જ કરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના બોડકદેવ સહિત 24થી વધારે સ્થળો ઉપર તપાસ શરૂ કરી હતી. લેન્ડ બ્રોકર અને બિલ્ડરોના નિવાસસ્થાન, ઓફિસ અને વ્યવસાયના સ્થળો ઉપર તપાસ કરવામાં આવી હતી. પોલસને સાથે રાખીને આઈટીના અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. આવકવેરા વિભાગના દરોડાના અંતે કરોડોની કરચોરી બહાર આવે તેવી શકયતાઓ છે. તપાસ દરમિયાન જમીન ખરીદ-વેચાણના દસ્તાવેજ, બેંક એકાઉન્ટની વિગતો સહિત મહત્વના દસ્તાવેજો મળી આવ્યાં હતા. આઈટી દ્વારા તેમના બેંક વ્યવહારો અને લોકર સહિતની વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં આવકવેરા વિભાગે લાંબા સમય બાદ મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. જેના કારણે અન્ડ બિલ્ડર્સ અને લેન્ડ બ્રોકરોમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત દરોડાની કાર્યવાહીના અંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા છે.