Site icon Revoi.in

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે રોજુ રાખવું,જાણો તેના ફાયદા

Social Share

રમજાન મહિનો 2 જી એપ્રિલથી શરૂ થઇ ગયો છે.મુસ્લિમ સમુદાયના લોકો માટે રમઝાન મહિનો ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. આ આખા મહિનામાં લોકો અલ્લાહની ઇબાદત કરે છે અને ઉપવાસ રાખે છે.જોકે, રોજુ રાખવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે.

માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રહેવા માટે રમજાન એક સારો સમય છે.રમજાનમાં રોઝા રાખવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે.તો ચાલો જાણીએ રોજા રાખવાના ફાયદા

આ દિવસોમાં મોટાભાગના લોકોને વજન વધવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.એવામાં જો રોઝું રાખવામાં આવે તો વધતા વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.ઓછા પ્રમાણમાં જમવાથી બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો આવે છે.

રોજુ ખોલવા માટે ખજુરનો ઉપયોગ કરવામાં આવે છે.તેને ખાવાથી શરીરને ઉર્જા મળે છે.ખજુરમાં ફાઈબર હોય છે.તેનાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે.તેમાં પોટેશિયમ,મેગ્નેશિયમ અને વિટામીન બી જેવા ઘણા પોષક તત્વો હોય છે.

રોજા દરમિયાન ધ્રુમપાન,તમાકું અને આલ્કોહોલથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.આલ્કોહોલ અને તમાકુંની લતથી છુટકારો મેળવવા માટે રમજાન એક સારો સમય છે.

રોજુ રાખવાથી મેટાબોલીઝમ સારું રહે છે.મોડા સમયથી ભૂખ્યા રહેવાને કારણે સાંજે ઇફતાર કરવાથી શરીરમાં એડીપોનેક્ટીન હાર્મોન બંને છે.