Site icon Revoi.in

ફેસબુક પર હવે કોઈ પણ આર્ટીકલ શેર કરતા પહેલા વાંચવો બન્યો જરૂરી

Social Share

દિલ્હીઃ સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકએ અહીં યુઝર્સ માટે એક નવી પ્રોમ્પ્ટ સુવિધા લોન્ચ કરી છે. એટલે કે તમે ફેસબુક પર કોઈપણ આર્ટીકલ  જુઓ છો અને તેના શીર્ષકો વાંચ્યા પછી જ તેને શેર કરો છો. પરંતુ હવે તમને ફેસબુક પર એક પોપ અપ દ્વારા તે આર્ટીકલને સંપૂર્ણ રીતે વાંચીને શેર કરવાની સલાહ આપશે. એટલે કે, તમારે તે આર્ટીકલ અન્ય લોકો સાથે શેર કરતા પહેલા વાંચવું પડશે.

ફેસબુક પર આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે જેથી ફેક ન્યુઝ પર સંપૂર્ણ નિયંત્રણ આવી શકે. આજકાલ સોશિયલ મીડિયા પર સૌથી મોટી સમસ્યા ફેક ન્યુઝની છે. ટ્વિટર,ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોરોના સંબંધિત કેટલીક માહિતી ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.

આજકાલ આવા ઘણા મીડિયા આઉટલેટ્સ છે જેઓ તેમના સમાચાર વેચવા માટે વિવિધ મથાળાઓનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે,ઘણી વખત મથાળા જુદા હોય છે અને સમાચારોની અંદરના તથ્યો જુદા હોય છે. એવામાં,આખો આર્ટીકલ વાંચ્યા વિના તેને શેર કરવાથી સમાજ પર ઊંડી અસર પડી શકે છે. આ સુવિધામાંનો બીજો વિકલ્પ તે છે કે,આમાં તમને ઓપન આર્ટીકલ અને કંટીન્યૂ શેરિંગનો વિકલ્પ પણ મળશે.