Site icon Revoi.in

તમિલનાડુમાં ITના દરોડામાં કુબેરનો ખજાનો મળ્યો, રૂ. 163 કરોડની રોકડ અને 100 કિલો સોનુ પકડાયું

Social Share

બેંગ્લોરઃ દક્ષિણ બારતના તમિલનાડુમાં વુરૂદુનગરમાં આવકવેરા વિભાગે ઉદ્યોગપતિના ઘરે પાડેલા દરોડામાં કુબેરનો ખાનો મળી આવ્યો હતો. આવકવેરા વિભાગના દરોડામાં રોકડ રુ. 163 કરોડ અને 100 કિલો સોનુ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઉદ્યોગપતિ રાજકીય નેતાઓ અને માફિયાઓ સાથે સંબંધ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તમિલનાડુમાં સરકારી કોન્ટ્રકાટ મેળવતા જાણીતા ઉદ્યોગપતિ સામે ફરિયાદનો પગલે હરકતમાં આવેલા આવકવેરા વિભાગે તપાસ કરતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો. જેથી આવકવેરા વિભાગે ઉદ્યોગપતિના ઘરે દરોડા પાડ્યાં હતા. આ ઉપરાંત તેમના નજીકના સંબંધીઓ અને કર્મચારીઓના નિવાસસ્થાને તપાસ કરવામાં આવી હતી. ઉદ્યોગપતિના ઘરેથી રૂ. 24 લાખની રોકડ મળી હતી. જો કે, ઉદ્યોગપતિ રોકડ અન્ય સ્થળે રાખતા હોવાની માહિતી મળતા આઈટીએ અન્ય સ્થળો ઉપર પણ દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે 163 કરોડની રોકડ અને 100 કિલો જેટલુ સોનું મળી આવ્યું હતું.

દરોડામાં કુબેરનો ખજાનો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આઈટીની તપાસમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. ઉદ્યોગપતિના પિતા સામાન્ય પશુપાલક હતા. જો કે, એન્જીનીયરિંગનો અભ્યાસ કર્યા બાદ પિતાને મદદ કરવા માટે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમજ 3 મોટી કંપનીઓ પણ ઉભી કરી હતી. ઉદ્યોગપતિના માફિયાઓ અને રાજકીય નેતાઓ સાથે પણ સારા સંબંધ હોવાનું જાણવા મળે છે. આઈટીના દરોડામાં કરોડોની કરચોરી ઝડપાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.