Site icon Revoi.in

રાજકોટમાં વહેલી સવારે વરસાદ વરસ્યો,રોડ થયા પાણી-પાણી

Slow Motion of Rain and umbrella

Social Share

રાજકોટ:હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે રાજકોટ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.શહેરના અલગ-અલગ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

રાજકોટ શહેરના રેસકોર્ષ રોડ,કાલાવડ રોડ,યાજ્ઞિક રોડ,મોરબી રોડ સહીતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.વરસાદથી રોડ-રસ્તાઓ પાણી-પાણી થયા હતા.છેલ્લા ૩-૪ દિવસથી રાજકોટમાં સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.સવાર અને બપોરે તડકો તો રાત્રે ધોધમાર વરસાદ વરસતો જોવા મળે છે.આમ,મિક્ષ ઋતુ જોવા મળે છે.

હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.રાજકોટ શહેર સહીત ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.સારા વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવનદાન મળશે,આમ,ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.