Site icon Revoi.in

J-K: બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓની ધરપકડ કરી, ઘણા હથિયારો પણ મળી આવ્યા

Social Share

શ્રીનગર:ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં બુધવારે મોડી રાત્રે સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.તેમની પાસેથી પિસ્તોલ, ચાઈનીઝ મેડ ગ્રેનેડ અને ગોળીઓ મળી આવી છે.પકડાયેલા બંને આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે,ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ ઈમ્તિયાઝ અહેમદ ગની અને વસીમ અહેમદ લોન તરીકે થઈ છે, જેઓ બટિંગુના રહેવાસી છે. બંનેએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે,તેઓ લશ્કર માટે હાઇબ્રિડ આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરે છે.

સોપોરના બ્રથ કલા નિવાસી સક્રિય આતંકવાદી બિલાલ હમઝા મીરના કહેવા પર, તેઓ સોપોર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળો અને નાગરિકો પર હુમલો કરવાની તૈયારીમાં હતા. આતંકવાદીઓની હાજરીની બાતમી પર બટીંગુ ગામની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન સફરજનના બગીચામાં બે શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી.બંને સ્થળ પર જ ઝડપાઈ ગયા હતા. તલાશી દરમિયાન બંને પાસેથી એક પિસ્તોલ, મેગેઝિન, આઠ ગોળીઓ, હેન્ડ ગ્રેનેડ વગેરે મળી આવ્યા હતા.