Site icon Revoi.in

J-K: બારામુલ્લામાં આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ,લશ્કર સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ

Social Share

દિલ્હી: પોલીસે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન પોલીસે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ત્રણ આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી ત્રણ હેન્ડ ગ્રેનેડ અને AK-47ના 30 જીવતા કારતૂસ મળી આવ્યા છે.

બારામુલ્લા પોલીસે જણાવ્યું કે 10 સપ્ટેમ્બરે લશ્કર સંગઠનના ત્રણ આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમના કબજામાંથી હેન્ડ ગ્રેનેડ, કારતુસ સાથે વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. પોલીસે તેમની સામે UAPA અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

હાલમાં જ બડગામ પોલીસે સેના સાથે મળીને પાખરપોરા વિસ્તારમાં એક આતંકવાદી અને તેના સહયોગીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા બંને આતંકવાદીઓ પાખરપોરા વિસ્તારમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા. તેમના કબજામાંથી પિસ્તોલ, મેગેઝિન અને અન્ય ગુનાહિત સામગ્રી સહિત હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

અગાઉ કુલગામ જિલ્લામાં આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આમાં કાશ્મીરની સેન્ટ્રલ યુનિવર્સિટીના પીએચડી સ્કોલર પણ સામેલ હતા. પોલીસે જણાવ્યું કે આ કેસમાં હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા બે આતંકવાદી સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ડૉ. સબીલની શોધ શરૂ થઈ,જે કુલગામ અને આસપાસના વિસ્તારના નિર્દોષ યુવાનોને આતંકવાદી છાવણીમાં ભરતી કરવા માટે પ્રેરિત કરતો હતો.