Site icon Revoi.in

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફરિયાદ રદ કરવા જેકલીન ફર્નાન્ડિઝે હાઈકોર્ટમાં અરજી કરી

Social Share

નવી દિલ્હીઃ રૂ. 200 કરોડના મની લોન્ડરિંગમાં સંડોવાયેલી મનાતી ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પોતાની સામે થયેલી ફરિયાદને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી છે. આ અરજી ઉપર કોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર સુકેશ ચંદ્રશેખર સાથે ફિલ્મ અભિનેત્રી જેકલીનના સારા સંબંધ હોવાનું સામે આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર જેકલીન ફર્નાન્ડિઝે બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી છે. જેકલીને ‘મર્ડર-2’ અને ‘કિક’ સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ખાસ ઓળખ ઉભી કરી છે. જોકે સુકેશ ચંન્દ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ જોડાયો બાદ અભિનેત્રી ચર્ચામાં છે. તેને આ કેસમાં ઘણી વાર પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. આ કેસમાં તેની વિરુદ્ધ FIR અને પૂરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે, હવે અભિનેત્રીએ ચાર્જશીટ અને તેની વિરુદ્ધ દાખલ FIR રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી છે.
રિપોર્ટ અનુસાર, અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંન્દ્રશેખર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR અને ચાર્જશીટને રદ કરવાની માંગ કરી છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ પોતાની અરજીમાં કહ્યું છે કે, ઈડી દ્વારા પૂરા પાડવામાં આવેલ પુરાવા સાબિતી તરીકે કામ કરશે કે અરજદાર નિર્દોષ છે અને તે સુકેશનું નિશાન બની છે.
જેકલીન ફર્નાન્ડિઝેએ દાવો કર્યો છે કે, મની લોન્ડરિંગ કેસમાં તેની કોઈ સંડોવણી નથી. અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે સુકેશ ચંન્દ્રશેખર તેની સાથે છેતરપિંડી કરી છે. તે સિવાય રિપોર્ટમાં તે પણ ખુલાસો થયો છે કે, અભિનેત્રીએ કહ્યું છે કે અરજદારને આરોપી તરીકે દોષી ઠેહરાવતી વખતે કાયદા અમલીકરણ એજન્સી પક્ષપાતી હતી.