Site icon Revoi.in

ગોળ શરદીથી બચાવે છે, સાથે કોપરુ ખાવાથી હાડકા પણ મજબૂત બને છે,જાણો આ બન્ને વસ્તુ સાથે ખાવાના ફાયદા વિશે

Social Share

વરસાદની ઋુતુમાં આણે અનેક પ્રકારના ગરમ ખોરાક ખાતા હોઈએ છે જેમાં સૂકું નારિયેળ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે તો સાથે ગોળ પણ એટલો જ ફાયદો કરે છે, શરદીથી લઈને ખાસી સુધીની સમસ્યામાં ગોળનું પાણી રામબાણ ઈલાજ છે એજ રીતે જો કોપરાને ગોળ સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો તેનો ફાયદો બમણો થાય છે.

કોપરાનું સેવન જે રીતે ફાયદા કારક છે તેજ કૃરીતે ગોળ પણ છે જો આ બન્ને વ્સતુને એક સાથે ખાવામાં આવે છે તો હાડકાઓ મજબૂત બને છે અને ખાસી કફ જેવી સમસ્યામાં રાહત મળે છે.ઘણી વખત સુકુ કોપરુ ખાસી કરે છે ત્યારે તેના સાથે ગોળનું સેવન કરવાથી આ પ્રોબલેમ થતી નથી

પહેલાના વખતમાં ભૂખ લાગે ત્યારે કોપરું અને ગોળનું વડીલો સેવન કરતા હતા, પહેલાના સમયમાં ભૂખ લાગવા પર આ પ્રકારનો ખોરાક ખવાતો હયો કારણ કે ત્યારે આજના જેવા ફાસ્ટ ફૂડ હતા જ નહી. આ સાથે જ આ પ્રકારનો ખોરાક ગુણકારી પણ કહેવાતો

કોપરુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે, જેમાં તમને વિટામિન પોટેશિયમ ફાઇબર કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો સમાયેલા હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે, અનેક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ દૂર કરે છે.

કોપરું બલપ્રદ, માંસપ્રદ, શરીરને પુષ્ટ કરનાર અને સ્નિગ્ધ છે. આધુનિક દ્રષ્ટિએ નાળિયેરના કોપરામાં લાઈસીન અને ટ્રીપ્ટોફેન નામના બે એમિનો એસિડ્ઝ છે.તો સાથે ગોળ એ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

સૂકું નાળિયેર તમારા હાડકાં મજબૂત બનાવે છે અને તમને સ્ટ્રોંગ રાખે છે.તેમાં ખનીજ તત્વો સમાયેલા છે જો તમારા હાડકાંમાં આ જરૂરી તત્વો નથી તો તમને આર્થરાઈટિસ ઓસ્ટિઓપોરોસિસ જેવા રોગો થઈ શકે છે. તેમાં એવા ઘણા ખનિજો છે જે તમારું આરોગ્ય જાળવી રાખે છે, જે તમને આ રોગોથી પણ બચવા માટે મદદ કરે છે.

કોપરું ખાવાથી  બ્રેન ફંકશ્નમાં પણ સુધારો થાય છે,કોપરાનું સેવન બ્રેસ્ટ કેન્સર થયું અટકાવે છે,મસ્તિકના તમામ ભાગને મજબુત અને સક્ષમ બનાવવા માટે કોપરાનું સેવન ફાયદા કારક છે.