Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર:અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,અત્યાર સુધીમાં 2 આતંકીઓનો ઠાર

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હિંમતનો જડબાતોડ જવાબ આપ્યો છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે.

મળતી માહિતી મુજબ, અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઓપરેશન ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે,સુરક્ષાદળોએ સવારે જ એક આતંકીને ઠાર માર્યો હતો. આ પછી થોડા સમય પહેલા બીજા આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.

તાજેતરમાં, જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ ચોક્કસ માહિતીના આધારે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક હાઈબ્રીડ આતંકવાદીની ધરપકડ કરી હતી, જે તેમના પાકિસ્તાની આકાઓના કહેવા પર ઘાટીમાં કામ કરી રહ્યો હતો. “હાઇબ્રિડ” શબ્દનો ઉપયોગ એવા આતંકવાદીઓ માટે થાય છે કે જેમનું નામ ક્યાંય નથી, પરંતુ તેઓ અત્યંત કટ્ટરપંથી છે અને આતંકવાદી હુમલામાં મદદ કરીને નિયમિત જીવનમાં પાછા ફરે છે.

ગયા મહિને પુલવામામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે,આ બંને આતંકવાદીઓ મજૂરો પર હુમલામાં સામેલ હતા.તેણે કહ્યું કે,બંને સ્થાનિક આતંકવાદીઓ હતા, જેમની ઓળખ એજાઝ હાફિઝ અને શાહિદ અયુબ તરીકે થઈ હતી, જેઓ કાશ્મીરના અલ-બદરના રહેવાસી હતા.

Exit mobile version