Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા પાંચ સરકારી કર્મચારીઓને છુટા કરાયાં

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે કેન્દ્ર સરાકર અને સુરક્ષા એજન્સીઓ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન આતંકવાદીઓ સાથે સંપર્ક ધરાવતા પાંચ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સાથે સંબંધ ધરાવતા પુલવામાના પોલીસ કોન્સ્ટેબલ તૌસીફ અહમદ મીર, શ્રીનગરમાં કોમ્પ્યુટર ઓપરેટર ગુલામ હસન પરે, અવંતીપોરના શિક્ષક અર્શીદ અહમદ દાસ, બારામુલાના પોલીસ કોન્સ્ટેબલ શાહિદ હુસેન રાથર અને કુપાવાડામાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા શરાફત એ ખાનને નોકરીમાંથી છુટા કરવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રએ આતંકવાદીઓ અને તેમની સાથે સંબંધ ધરાવતા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન પાંચ સરકારી કર્મચારીઓની આતંકવાદીઓ સાથે સંબંધ સામે આવતા તેમને સરકારી નોકરીમાંથી છુટા કરવામાં આવ્યાં છે.