Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ એક મહિનામાં સુરક્ષાજવાનોએ 20 આતંકવાદીઓને માર્યાં ઠાર

Social Share

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદી પ્રવૃતિ અને નકસલવાદને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબર મહિનામાં 20 જેટલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. એટલું જ નહીં નવેમ્બરમાં અત્યાર સુધીમાં 5થી વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે.

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યાં બાદ પડોશી દેશ પાકિસ્તાન દ્વારા ભારતમાં ભાંગફોડની પ્રવૃતિઓ આચરવા માટે કાવતરા ઘડવામાં આવી રહ્યાં છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદી પ્રવૃતિને ડામવા માટે સુરક્ષા જવાનો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યાં હતા. જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવ્યા બાદ સુરક્ષામાં વધારો કરાયો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગના બનાવોમાં વધારો થયો છે. જમ્મુ-કાશ્મીરમાં આર્મી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદીઓ સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં ચાલુ મહિનામાં 3 અથડામણમાં પાંચથી વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. વીરવારના કુલગામ અને શ્રીનગરમાં સુરક્ષા દળોએ અલગ-અલગ અથડામણમાં 3 આતંકવાદીઓને મારવામાં આવ્યાં છે. ગયા ઓક્ટોબર મહિનામાં સુરક્ષા દળોએ વિવિધ આતંકવાદ વિરોધી ઓરપેશનોમાં 20 આતંકવાદીનો ઠાર મારવામાં આવ્યાં છે. આ દરમિયાન ભારતીય સેનાના 12 જવાનો શહીદ થયાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. પાકિસ્તનની ધરતી ઉપર મોટી સંખ્યામાં આતંકવાદી કેમ્પ ધમધમી રહ્યાં છે.