Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ પટનીટોપ વિસ્તારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત, બે જવાનો શહીદ

Social Share

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનામાં હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયા બે જવાનો શહીદ થયાં હતા. આ બનાવને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર જિલ્લામાં મોટી ઘટના સામે આવી છે અને ભારતીય સેનાનું હેલિકોપ્ટરની ક્રેશ લેન્ડિંગ થયું હતું. આ દૂર્ઘટનામાં બંને પાયલોટ શહીદ થયાં હતા. હેલિકોપ્ટરની ક્રેશ લેન્ડિંગ જમ્મુના પટનીટોપ વિસ્તારની શિવગઢ પર્વતિય વિસ્તારમાં થઈ હતી. પાયલોટની ઓળખ મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજપુત તરીકે થઈ છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયા બાદ જોરદાર અવાજ થયો હતો અને સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાયો છે. ઉધમપુરના રેન્જ ડીઆઈજી સુલેમાન ચૌધરીએ કહ્યું હતું કે, જાણકારી મળતાની ટીમ તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.