Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ ઘાટીમાં દીકરીઓને ભારતીય સેના આત્મરક્ષાની તાલીમ આપી રહી છે

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની વાદીઓમાં આતંકવાદીઓ સામે લડતી ભારતીય સેના હવે દીકરીઓને આત્મરક્ષાના પાઠ ભણાવી રહી છે. કાશ્મીરમાં જેમ મહિલાઓની છેડછાડ, અપહરણ સહિતના ગુના સામે આવી રહ્યાં છે. જેને ગંભીરતાથી લઈને ભારતીય સેનાએ મહત્વનો નિર્ણય લીધો છે. દીકરીઓને આત્મનિર્ભર બનાવાની સાથે આત્મરક્ષા કરતા પણ શિખવવાનો નિર્ણય લીધો છે. જેની તાલિમ શરૂ કરી દેવાઈ છે. સેનાના જવાનો વાદીઓમાં દીકરીઓને આત્મરક્ષાની ટેકનીક શિખવાડી રહ્યાં છે.

ભારતીય સેનાએ કાશ્મીરમાં વતનગામમાં વિશેષ શિબિરનું આયોજન કર્યું હતું. શિબિરમાં સેનાના જવાનો દીકરીઓને આપાત સ્થિતિમાં આત્મરક્ષાની સાથે સાથે માનસિક અને શારીરિક રીતે ફીટ રહેવાનું મહત્વ પણ બતાવી રહ્યાં છે. કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતા ભારતીય જવાનો કાશ્મીરમાં યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે નિયમિત કામગીરી કરી રહ્યાં છે. રમત-ગમતની સાથે અભ્યાસમાં યુવાનો આગળ વધે તે માટે તેમને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. હવે કાશ્મીરમાં યુવતીઓ સામે અત્યાચારના બનાવો વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને સેના કાશ્મીરી દીકરીઓને આત્મરક્ષાના પાઠ શિખવાડી રહી છે. ઘાટીના છેવાડાના ગામમાં તાલીમ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સેનાના જવાન દીકરીઓને તાલીમ આપી રહ્યાં છે. છેડતી કરનારાઓનો સામનો કરવાની તાલીમ આપવામાં આવી રહી છે.