Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચે શરૂ કરી કામગીરી

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યની જાહેરાત કરાઈ હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ઘરાવતું રાજ્ય છે. આર્ટીકલ 370 દૂર કરાયાં વિધાનસભાની ચૂંટણીને લઈને કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે. દરમિયાન આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે, આ ઉપરાંત મતદારોની નવી યાદી કરવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ ચાલી રહેલી મતદાર યાદીની કામગીરીમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરીઓ અને પાકિસ્તાનમાંથી આવીને વસેતા તથા ઘાટીમાં શાંતિથી જીવન ગુજારી રહેલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છ. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.