Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરઃ કાઝીકુંડ -બનિહાલ ટનલ બનીને તૈયાર, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરી કરશે ઉદ્ધાટન- આ ટનલથી યાત્રીઓનું 16 કિમી અંતર ઘટશે

Social Share

શ્રીનગરઃ- દેશમાં જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ છે તેમ તેમ છેવાળાના પ્રદેશ સુધી અનેક સુવિધાઓ સજ્જ કરવામાં આવી રહી છે, ત્યારે જમ્મુ કાશ્મીર કે જે પહાડી વિસ્તાર ગણાય છે ત્યાં પણ અનેક ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને યાત્રીઓનું એક સ્થળેથી બીજા સ્થળ પર જવાનું અંતર ઘટાડી શકાય અને મુસાફરીને સરળ બનાવી શકાય. ત્યારે હવે જમ્મુ કાશ્મીરને વર્ષો વર્ષ સુધી સડકથી જોડાણ કરાવનારી બે-ટ્યુબ ચાર-લાઈન કાઝીકુંડ-બનિહાલ ટનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું  છે, જે મુસાફરોનું 16 કિલોમીટર ઘટાડશે.

આ સાથે જ આવનારા સોમવારે કેન્દ્ર શાસિત પ્રદેશની બે દિવસની મુલાકાતે આવતા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આ ટનલનું ઉદ્ઘાટન કરશે. આ સુરંગની ઊંચાઈ ઓછી હોવાને કારણે તેમાં બરફવર્ષા અને હિમપ્રપાતનો ભય રહેશે નહીં.અને યાત્રીઓનો રસ્તો પણ રસળ સુલભ બનશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના અધિકારીએ  આપેલ  માહિતી મુજબ હાલ આ ટનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, પીર પંજાબના પહાડો પર બનેલી ટનલ જમ્મુ -કાશ્મીરના પ્રવાસીઓ માટે નવો વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે. હાલમાં હાલની જવાહર ટનલ 7198 ફૂટની ઉંચાઈ પર છે. આ કારણોસર તેને બરફવર્ષામાં બંધ કરવાની ફરજ પડે છે. ઓછી ક્ષમતાને કારણે ટનલ ઘણી વખત જામ થઈ જાય છે. કાઝીકુંડ-બનિહાલ ટનલ તેનાથી 400 મીટર નીચે હોવાથી બરફવર્ષા અને હિમપ્રપાતનો કોઈ ભય રહેશે નહીં.

જાણો આ ટનલની ખાસિયતો

ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરી મંગળવારે એશિયાની સૌથી લાંબી સુરંગ ઝોજીલાના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરશે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી, આ ટનલ પાકિસ્તાન અને ચીન સરહદને માર્ગ જોડાણ પૂરું પાડશે. આ સુરંગના નિર્માણ સાથે, સૈન્યના વાહનો, લોજિસ્ટિક્સ, સૈનિકો સમગ્ર વર્ષ દરમિયાન આગળ વધી શકશે.