Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં વિતેલા વર્ષ દરમિયાન અનેક આતંકીઓનો ખાતમો – 203 આતંકીઓમાંથી 166 સ્થાનિક

Social Share

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા વિતેલા વર્ષ દરમિયાન અનેક આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે,સુરક્ષાદળો દ્રારા ઠાર મારવામાં આવેલા 203 આતંકવાદીઓમાંથી 166 તો સ્થાનિક આતંકવાદી હતા.મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ સમગ્ર મૂઠભેદ દરમિયાન 43 નાગરિકોના પણ મોત થયા છે.

વિતેલા વર્ષ દરમિયાન આંતકીઓ અને સુરક્ષાદળોના ઘર્ષણ સાથે જ 92 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. સુરક્ષા દળોએ આ વર્ષે 49 આતંકવાદીઓની ધરપકડ પણ કરી છે, જ્યારે 9 આતંકવાદીઓએ આત્મસમર્પણ પણ કર્યું છે

મળતી માહિતી પ્રમાણે આ સંયુક્ત સુરક્ષા ગ્રિડમાં કામ કરી રહેલી આર્મી, પોલીસ અને કેરિપુબના સમન્વિત પ્રયાસોનું પરિણામ છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 203 આતંકીઓને ઠાર માર્યા છેજેમાંથી 166 લોકો સ્થાનિક હતા અને 37 પાકિસ્તાની કે પછી વિદેશી મૂળના હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

વિતેલા 2020માં આતંકવાદ સંબંધી 96 ઘટનાઓ બનવા પામી છે.આ ઘટનાઓમાં 43 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે જ્યારે 92 અન્ય ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. પરંતુ આ સર્જાયેલ મૂઠભેદમાં નાગરિકોના જીવ ગુમાવવાની સંખ્યા 2019ની તુલનામાં ઓછી છે.

વર્ષે 2020મા 47 નાગરિકોનાં મોત થયા હતા અને 185 અન્ય ઘાયલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે 2020 દરમિયાન 14 આઇઆઇડી જપ્ત કરવામાં આવી જ્યારે 2019માં 36 આઇઆઇડી જપ્ત કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં 2019માં સુરક્ષા દળોએ 120 સ્થાનિક અને 32 પાકિસ્તાની મૂળના સહિત કુલ 152 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા.

સાહિન-